Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભાવનગર ચિત્રા જી.આઇ.ડી.સી.માં અજાણ્‍યા યુવાનનો મૃતદેહ મળ્‍યો

ભાવનગર,તા. ૧૬: ભાવનગરના ચિત્રા, જીઆઇડીસી વિસ્‍તારમાં આવેલ રેલવેના નાળા પાસેથી અજાણ્‍યા યુવાનોનો મૃતદેહ મળી આવતા બોરતળાવ પોલીસે મૃતદેહને હોસ્‍પિટલ ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

માહિતી મુજબ રેલવે નાળા પાસે અજાણ્‍યા યુવાનનો મૃતદેહ પડ્‍યો હોવાની જાણ કરવામાં આવતા બોરતળાવ પોલીસ બનાવ સ્‍થળે દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને સર ટી. હોસ્‍પિટલ ખસેડી તેની ઓળખ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે.

(11:26 am IST)