Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ચોમાસુ સૌરાષ્‍ટ્રમાં કેવું રહેશે?

વિતેલા શિયાળામાં સૌરાષ્‍ટ્રમાં વધુ વરસાદના સંકેતો આપતા ધુમ્‍મસોનું પ્રમાણ ઓછુ રહ્યુ છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૬ :.. આગામી ર૦ર૪ નું ચોમાસુ દેશમાં કેવું રહેશે...! તે અંગે ખાનગી હવામાન સંસ્‍થા સ્‍કાયમેટ દ્વારા અનુમાન જાહેર કરાયુ હતું. હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરાયુ છે તે મુજબ દેશભરમાં ઓણસાલ ચોમાસુ ભરપુર રહેવાના સંકેતો આપ્‍યા છે. હાલ વરસાદના પૂર્વાનુમાનો માટે અલનીનો -લાનીનો-આઇઓડીની સ્‍થિતિઓને આધાર સ્‍તંભો બનાવી તેને પગલે ચોમાસુ કેવું રહેશે ? તે પૂર્વાનુમાનો જાહેર કરવાની અત્‍યાધુનિક ટેકનોલોજી વિકસેલી છે. જો કે આવી આધૂનિક ટેકનોલોજી પહેલા ભૂતકાળમાં ચોમાસા પૂર્વેના શિયાળો દરમિયાન કયાં કયાં, કેટલા ગાઢ ધુમ્‍મસો છવાયા ? તેના આધારે ચોમાસા દરમિયાન કયાં કેટલો અને કયારે વરસાદ થશે તેના અનુમાનો જાહેર કરાતા. અને તે સત્‍યથી નજીક પણ જોવા મળતા હતાં. સૌરાષ્‍ટ્રની વાત કરીએ તો આ વેળા વિતેલા શિયાળામાં અહીં ધુમ્‍મસોનું પ્રમાણ ઓછુ જોવા મળ્‍યુ છે. જે એવા સંકેતો આપે છે કે, ગુજરાતના અન્‍યત્ર વિસ્‍તારોમાં તેના નિર્ધારિત પ્રમાણથી વધુ વરસાદ વરસી શકે છે પણ કદાચ સૌરાષ્‍ટ્રમાં વરસાદી પ્રમાણ ઓછું રહે.

(11:17 am IST)