Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

આજે દાવેદારી સાથે મોરબી કચ્છ બેઠક માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ શરૂ

બંને પક્ષના પ્રદેશ પ્રમુખો સી.આર. પાટીલ અને શક્તિસિંહ ગોહિલની હાજરી સાથે રાજકીય ગરમાટો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : લોકસભાના ચુંટણી જંગના એલાન સાથે જ આજે મોરબી કચ્છ બેઠક માટે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ પોતાની દાવેદારી નોંધાવશે. ભુજમાં આજે બન્ને પક્ષ કોંગ્રેસ અને ભાજપ ના પ્રદેશ પ્રમુખો ની ઉપસ્થિતિ સાથે જ રાજકીય ગરમાટો વરતાઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની જાહેરસભા અને રોડ શો છે. બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જાહેરસભા અને રોડ શો છે. બન્ને પક્ષે ચાલી રહેલ તૈયારીઓ સાથે હવે મોરબી કચ્છ લોકસભા બેઠક માટે રાજકીય જંગ શરૂ થઈ ગયો છે.

(9:33 am IST)