Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2024

ગોંડલમાં ઓસ્ટન સિનેમા ખાતે મતદાનના મહત્વને ઉજાગર કરતું બેનર લગાવાયું

રાજકોટ:રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના અવસર એવી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી બને, તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્વીપ નોડલ ઓફિસર જીજ્ઞાસાબેન ગઢવીના દિશાનિર્દેશ અનુસાર ઠેર-ઠેર મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જે અન્વયે ૭૩ - ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં પ્રાંત અધિકારી રાહુલભાઈ ગમારાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઓસ્ટન સિનેમા ખાતે મતદાનના મહત્વને ઉજાગર કરતું બેનર લગાવવામાં આવ્યું છે. જેથી, સિનેમા હોલમાં ફિલ્મ જોવા આવતા લોકો સુધી મત આપવા જવાનો સંદેશો પહોંચાડી શકાય. આમ, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે

(1:05 am IST)