Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

વિસાવદર પંથકમાં માવઠાથી થયેલ નુકસાન અંગેનો ૨૩ ગામનો સર્વે પૂર્ણતાનાં આરે

આગામી બે દિવસમાં રિપોર્ટ તૈયાર : ડીડીઓને સુપ્રત કરાશે : રિપોર્ટમા નૂકસાનીની વિગતો આધારિત સરકાર વળતર જાહેરાત કરશે : જિલ્લા ખેતીવાડી વિભાગની ૬૦ કર્મચારીઓની ટીમ કાર્યરત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૬ : વિસાવદર તાલુકામાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને નૂકસાન થવા પામ્‍યું હતું. જેનાં કારણે ખેડૂતોએ વળતરની માંગ કરતાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સર્વે રિપોર્ટ આગામી બે દિવસમાં જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવશે.

વિસાવદર તાલુકામાં કમોસમી બરનાં કરા સાથે વરસાદ ખાબક્‍યો હતો. જેનાં કારણે ખેડૂતોનાં બાગાયતી સહિતનાં પાકોને નૂકસાન થવા પામ્‍યું હતું. જેથી ખેડૂતો દ્વારા થયેલા નૂકસાન બાબતે સરકાર પાસે સહાયની માંગ કરી હતી.જેનાં પગલે તંત્રએ કુદરતી આપદાની જોગવાય મૂજબ પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરી છે.

વિસાવદર તાલુકામાં કમોસમી કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોને થયેલ નૂકસાનની કામગીરી તાલુકાનાં ૨૬ જેટલાં ગામોમાં હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે બાગાયત ખેતીવાડી વિભાગ, ખેતીવાડી વિસ્‍તરણ વિભાગ અને ગ્રામસેવકો સહિતનાં ૬૦ લોકોની ટીમ બનાવવામાં આવી છે. તેમનાં દ્વારા ગત તા.૧૦, માર્ચથી જ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઘઉં, ચણા, ધાણાં, એરંડા સહિતનાં પાકોનું ખેડૂતોએ વાવેતર કરેલું હતું. પરંતુ હાલ ઊનાળું પાકનાં વાવેતર શરૂ હોવાને લીધે મોટા ભાગનાં ખેડૂતોએ ૮૦ ટકા જેટલા જાણ કરી શકે છે. પાકની કાપણી કરી નાખી હોવાનાં લીધે મોટા પ્રામાણમાં નૂકસાન જોવા મળેલ નથી.

આમ, બાગાયતી પાકોમાં નૂકસાન થયું હોવાનું સામે આવ્‍યું છે. જેમાં ખડૂતોએ ડુંગળી, લસણ, આંબા, જીરૂ જેવા બાગાયતી પાકોમાં નૂકસાન થયેલ જોવા મળ્‍યું છે. જેમાં આંબામાં હાલ ખાખડીની સીઝન શરૂ હોય ત્‍યારેજ વરસાદન પડવાને લીધે તેમાં કાળા દાગ પડી જવાની ખેડૂતોમાં ભીતી સેવાય રહી છે. ઉપરાંત પવન સાથે વરસાદ પડવાને લીધે ખરણની સમસ્‍યા પણ સર્જાઈ છે. ઉપરાંત ભેજવાળા વાતાવરણનાં લીધે આંબામાં ફૂગ જન્‍ય રોગ થવાની શક્‍યતાઓ રહેલી છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાલ સર્વેની ૯૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્‍યારે આગામી બે દિવસમાં સર્વે રિપોર્ટ તૈયાર કરી સોપવામાં આવશે ત્‍યારબાદ સરકાર દ્વારા નૂકસાની જોઈ વળતર અંગેની જાણ કરી શકે છે.

વિસાવદર તાલુકામાં પડેલા થોડા દિવસ પહેલા વરસાદના કારણે ખેતરના ઉભા પાકને નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતોએ વળતરની માંગણી કરી હતી. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો. આ સર્વેનો રિપોર્ટ બે દિવસમાં જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામા આવશે તેમ જાણવા મળે છે

(1:08 pm IST)