Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

કચ્‍છમાં પુત્રવધૂ સસરાની બિભત્‍સ માંગણીને તાબે ન થતાં કુહાડી વડે હુમલો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૬: કચ્‍છના માંડવી તા.ના નાનકડા ગામે યુવાન પુત્રવધુનો હાથ પકડી સસરાએ કરેલી છેડતી સાથે બિભત્‍સ માંગણીની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાઇ છે. ૨૮ વર્ષીય પુત્રવધુએ આ અંગે સસરાએ તેણીને કોઈને પણ ન કહેવાનું જણાવી કુહાડી વડે માર માર્યાની ફરિયાદ કરી છે. જેને કારણે પરિણીતાનો એક દાંત તૂટી ગયો છે ઉપરાંત હોઠ ઉપર છ ટાંકા આવ્‍યા છે. પીઠ અને માથામાં ઈજા થઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:19 pm IST)