Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

પોરબંદરમાં કાલે રોજગાર ભરતી મેળો

રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવી ન હોય અને શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદામાં આવતા હોય તેવા ઉમેદવારો સ્‍વખર્ચે હાજર રહી શકશે

પોરબંદર તા. ૧૬ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આવતીકાલે તા.૧૭ના રોજ ભરતીમેળો યોજાશે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા તા.૧૭ના રોજ સવારે ૧૧ કલાકે સરકારી પોલીટેકનીક કોલેજ પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્‍છું વચ્‍ચે સેતુરૂપ ઔદ્યોગીક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્‍યાઓ માટે માનવ બળની જરૂરીયાત હોય,જે અંતર્ગત ઇચ્‍છા ધરાવતા પોરબંદર જિલ્લાના ઉમેદવારોએ સ્‍વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે

જોબફેરમાં આણંદ ગ્રુપ અમદાવાદ ખાતે ઓપરેટિંગ એન્‍જીનિયર ટ્રેઇનીની જગ્‍યા માટે કંપનીના નોકરીદાતા ઉપસ્‍થિત રહેશે. જેમાં ૧૮ વર્ષથી ર૧.પ વર્ષ સુધીની ઉંમરના લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે.આ એક ઓપન જોબફેર હોય કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો ઉપરોકત શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદામાં આવતા હોય તો સ્‍વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે.આ જોબફેરમાં લાયકાત/અનુભવના તમામ પ્રમાણપત્રો અસલ અને નકલ તેમજ લીવીંગ સર્ટી, માર્કશીટ આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને ચાર નંગ પાસ પોર્ટ સાઇજના ફોટોગ્રાફ તથા બાયોડેટા સાથે ઉપસ્‍થિત રહેવાનું રહેશે. આ ભરતી મેળામાં દિવ્‍યાંગ ઉમેદવારો માટે જગ્‍યાઓ ના હોય દિવ્‍યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજરી આપવી નહી અનુબંધમ પોર્ટલ તથા મોબાઇલ એપ દ્વારા પણ રોજગારીની તક મેળવી શકો છો. અનુબંધન પોર્ટલ રજીસ્‍ટ્રેશન લિન્‍કઃ https:/anubandandham./gov.in/account/Signup  વધુ માહિતી માટે રોજગાર સેતુ તથા હેલ્‍પલાઇન પર કોલ કરવા માટે હેલ્‍પ લાઇન નંબર ૬૩ પ૭ ૩૯૦ ૩૯૦ ઉપર સંપર્ક કરી શકાય છે તેમ યાદીમાં જણાવાયું છે.

(1:02 pm IST)