Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

જામનગરમાં બાપ-દિકરાએ રવી પાર્કમાં આંતક મચાવતા વધુ એક ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં મયુર કરશનભાઈ ભાટીયા, ઉ.વ.રર, રે. મહાદેવનગર મહાદેવના મંદિર પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, રવીપાર્કમાં ફરીયાદી તેના મીત્ર હરેશભાઈ ડાંગરને ફોન આવતા ફરીયાદી રવિપાર્ક ગયેલ હતા તે વખતે આરોપીઓ સંજયભાઈ કાનાભાઈ ભુતીયા, કાનાભાઈ ભુતીયા એ ફરીયાદી મયુરને ભુંડી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મારમારી ધોકા વડે ફરીયાદી મયુરની એકસેસ મોટરસાયકલમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

આઈસર ગાડી માંથી મોબાઈલ ચોરીની રાવ

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રાજુ ઉકાભાઈ ગોજીયા, ઉ.વ.ર૬, રે. ચોખંડા ગામ, તા.ભાણવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર ચોકડી પાસે ફરીયાદી રાજુભાઈનો વીવો વાયર૦એ નેબ્‍યુલા બ્‍લુ કલરનો મોબાઈલ જેના આઈએમઈઆઈ કિંમત રૂ.૧૧,૪૯૦/- નો ફોન પોતાની આઈસર ગાડીના બોનેટ પરથી કોઈ અજાણ્‍યા ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

એકી બેકીનો જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખોડુભા કનુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખંભાળીયા નાકા પાસે, બજરંગ પાનની સામે આરોપી કલ્‍પેશભાઈ ઉર્ફે પ્રાઈસમ વિનોદભાઈ કટારમલ, ઈમરાનભાઈ બશીરભાઈ બ્‍લોચ એ ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૩પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડ નાકા બહાર જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર નેશનલપાર્ક પાસે, સિઘ્‍ધનાથ સોસાયટી ગાયના વાડા પાસે આરોપી યુનુસભાઈ તૈયબભાઈ સમા, ઈકબાલભાઈ દાઉદભાઈ સુર્યા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૬,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ જગદીશસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી સમીર અબ્‍દુલભાઈ બ્‍લોચ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ક્રુ મેમ્‍બરનું બેભાન હાલતમાં મોત

 અહીં બેડી રીંગ રોડ, સોરઠીયા વાણંદ સમાજની વાડી સામે બ્‍લોક નં.૩પ/૩ માં રહેતા જોબીન થોમસ વર્ગીસ, ઉ.વ.૩૯ એ બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  પનામા એમ.પી.ચાર્વી  શીપમાં રશીયા દેશથી ફુડ ઓઈલ ભરી ભારત દેશમાં સિકકા બંદરે જળમાર્ગે આવતુ હોય જે દરમ્‍યાન સવારના સાડા આઠેક વાગ્‍યે શિપમાં મરણજનાર કુ.મેમ્‍બર ઉ.વ.પ૪, રે. રશીયા દેશવાળો પોતાની કેબીનમાં બેભાન હાલતમાં મરણ થયેલ છે.

 

 

(11:50 am IST)