Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ભાયાવદરમાં યુવતીનું અપહરણ યુવકના નાનાભાઇ ઉપર હૂમલો

ભાયાવદર તા. ૧૬ :.. ભાયાવદર ગામે રહેતા વેપારી ધારક કિશોરભાઇ નાર પટેલે પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શીવરાજસિંહ નાનભા ચુડાસમા, જયરાજસિંહ ખુમાનસિંહ ચુડાસમા અને ધર્મેન્‍દ્રસિંહ હરદેવસિંહ ચુડાસમાના નામ આપ્‍યા છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્‍યા પ્રામણે ફરીયાદી યુવાન ભાયાવદરમાં ક્રિષ્‍ના ટ્રેડર્સ નામની ઝેરોક્ષની દુકાન ધરાવે છે અને આર. ટી. ઓ. એજન્‍ટ તરીકે કામ કરે છે.

રવિવારે રાત્રે પટેલ યુવાન પોતાની દુકાન બંધ કરી ઓટા પર બેઠો હતો ત્‍યારે બાઇકમાં ધસી આવેલા ત્રણેય શખ્‍સોએ ધોકા વડે મારમારી ગોઠણમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી.

પોલીસ ફરીયાદમાં જણાવ્‍યા પ્રમાણે થોડા સમય પહેલા ફરીયાદી યુવાનનો મોટો ભાઇ શ્રેય આરોપી શિવરાજસિહના કાકાની  દિકરીને અને ફરીયાદીના પિતરાઇભાઇ ચિરાગને આરોપી શિવરાજસિંહની બહેન સાથે પ્રેમ સબંધ હોય બંને ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતાં.

બે પટેલ યુવાન બે પિતરાઇ બહેનને ભગાડી જતા આ મુદે બન્ને પરિવાર વચ્‍ચે માથાકુટ થઇ હતી જો કે જે તે વખતે સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ આ મુદ્‌્‌ે બન્ને પરિવાર વચ્‍ચે વૈમનસ્‍ય ચાલ્‍યુ આવતું હોય જેનો ખાર રાખી હૂમલો કર્યો હોવાનું  જણાવ્‍યું છે. વેપારી યુવાનની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ એ. એસ. આઇ. પી. કે. રાવત ચલાવી રહ્યા છે.

 

(11:45 am IST)