Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

લાઠીમાં સગર્ભા કેમ્‍પ યોજાયો

લાઠી : ડો.મુકેશ સિંહ દ્વારા લાઠી અર્બન વિસ્‍તારની સગર્ભા બહેનો માટે કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગાયનોકોલોજીસ્‍ટ ડો.યોગેશ  રાખોલિયા  દ્વારા કુલ ૫૯ બહેનોની તપાસ કરી જરૂરી દવાઓ તેમજ લેબોરેટરી વિનામૂલ્‍યે કરી આપવામાં આવેલ તેમજ ડો.મુકેશસિંહ દ્વારા સાગર્ભબહેનોને આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવેલ. કેમ્‍પ દરમ્‍યાન SDH લાઠીના ડો.સિંહા તેમજ ડો.ભલીયા  ઉપસ્‍થિત રહેલ. કેમ્‍પને સફળ બનાવવામાં લાઠી અર્બન અને તાલુકા હેલ્‍થ ઓફિસના તમામ સ્‍ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવેલ. કેમ્‍પમાં સગર્ભા બહેનોને લાવવા મુકવા માટે ખીલખીલાટ લાઠી દ્વારા સહકાર આપેલ. કેમ્‍પમાં સૌથી વધારે સગર્ભા બહેનોને લાવવા બદલ આશાવર્કર નયનાબેનને ટીએચઓ ઓફિસ લાઠી દ્વારા સરપ્રાઈઝ ભેટ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ.(તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(12:25 pm IST)