Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

જોડિયામાં ત્રણ વર્ષથી ગામમાં સ્‍ટ્રીટલાઇટ બંધઃ ગ્રામ પંચાયત સુપરસીડ થતા અનેક સમસ્‍યાઓ

વાંકાનેર, તા.૧૬: જોડિયાગામમા છેલ્લા ત્રણ વર્ષથી શહેરમા સ્‍ટ્રીટલાઈટ બંધ હોવાથી જોડિયાના નગરજનો પરેશાન થઈ રહયા છે આ અંગે અનેકવાર ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરેલ છે તૅમજ છેલ્લા ત્રણ માસથી જોડિયા ગ્રામ પંચાયત સુપરસીડ કરવામાં આવેલ છે જેથી હમણાં પાણી વિતરણ પણ અઠવાડિયાએ થતું હતુ આ ઉપરાંત જોડિયાથી સવારે ૬ વાગ્‍યે જોડિયા અહમદાવાદ બસ વર્ષોથી ચાલુ હતી જે અચાનક બંધ કરવામાં આવતા વેપારીભાઈઓ સ્‍કૂલના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહયા છે આ બસ દરેકને અનુકૂળ હતી તૅમજ રાત્રીના રોકાણ કરતી રાજકોટ જોડિયા બસ બંધ થતા લોકો પરેશાન થઈ રહયા છે આ અંગે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને પણ લેખિત આવેદનપત્ર આપેલ છે તૅમજ જોડિયામા ૮ થી ૧૨ની કે, ડી, વી હાઈસ્‍કૂલ છેલ્લા ઘણા સમયથી બંધ છે હાઈસ્‍કૂલનું બિલ્‍ડિગ જર્જિત થતા અત્‍યારે ઘણા સમયથી દરબાર ગઢમા તાલુકાશાળામા વિદ્યાર્થીઓ ખુલામા અભ્‍યાસ કરે છે આ છે જોડિયાની હાલત, જોડિયાના અનેકવિધ પ્રશ્‍નો ઉકેલવા જોડિયાના માજી ઉપ સરપંચ હેમલપરી ગોસાઈએ ઉચ્‍ચ કક્ષાએ અનેકવાર રજુઆત કરેલ છે

(10:28 am IST)