Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મોરબીના સજનપર ઓશો કેશર ફાર્મમાં ગુરૃ-શુક્ર ધ્યાન શિબિર

સમગ્ર સંચાલન સ્વામી ધ્યાન અશોક સંભાળશે

ધ્રોલ તા. ૧૬ : ઓશો સંન્યાસી તેમજ ઓશો પ્રેમી તથા સાધક મિત્રો માટે આવનારી તા.૧૭ અને તા.૧૯ ના મોરબીની બાજુમાં નવા સજનપર ગામે આવેલ ઓશો કેશર ફાર્મ મુકામે અંશો નિર્વાણ દિવસ નિમિતે ઓશો નિર્દશીત ધ્યાન શિબીરનું સ્વઇચ્છીત અનુદાન દ્વારા મોરબી ઓશો પરિવાર દ્વારા આયોજન કરાયું છે.

શિબીર તા.૧૮ ના સાંજે ૬ વાગ્યેથી શરૃ થશે અને તા. ૧૯ ના રાત્રે ૯ વાગ્યે સન્યાસી ઉત્સવ દ્વારા સમાપન થશે.

વિશ્વમાં જીવન જીવવાની કળા માટે ઘણા બધા સંતો-મહંતોએ પ્રવચન વિધીઓ તેમજ સમજણ આપવાના પ્રયાસો કર્યા છે. પરંતુ ઓશોએ આ દુનિયાને એક એવી ભેટ આપી અનેતે  એટલે ''મ'' મૃત્યુ શિખાતાહું હા ઓશો વિશ્વને મૃત્યુ એક ઉત્સવ ગણી તેને મહાઉત્સવની જેમ ઉજવણી કરવાનો સંદેશ આપે છ.ે ઓશોના આવા સંદેશને દરેક માનવજાત સુધી લઇ જવા વિશ્વના ખુણે ખુણે આયોજીત ઓશો સાધના શિબીરોનુ આયોજન થઇ રહ્યું  છે. તેવા આશયથી મોરબીમાં ઓશો કેશર ફાર્મનુ નિર્માણ, ઓશો સંન્યાસી રમેશભાઇ રૈયાણી દ્વારા થઇ રહેલ છ.

ઓશો કેશર ફાર્મ એટલે ધ્યાની પ્રેમી અને સાધનામાં લીન થવા માટે પ્રાકૃતિક વાતાવરણથી ભરપુર વૃષો લોન એકાંત પક્ષીનો કલરવ સુંદર શુશોભીત ખાલી હોય તેમજ રહેવા જમવાની તમામ વ્યવસ્થા.

શિબીરનું સંચાલન ઓશો સર્મપતિ એવા સ્વામી ધ્યાન અશોક (ડો. દેવાણી દ્વારાા કરાવવામાં આવશે. શીબીરમાં આવવા માટે મોરબથી ધુનરા રોડ ૭૪ કી.મી. ટંકારા, લબાઇ ચોકડીથી જડેશ્વર રોડ ૧ર કિ.મી. તેમજ વાકાંનેર, સજનપુર તરફ ૧૪ કી.મી. અંતરે છે. શિબીર સ્વચ્છીક અનુદાન દ્વારા રાખેલ છે શિબિરમાં રહેવાની જમવાની વ્યવસ્થા રાખેલ છે.શિબીરમાં ધ્યાન અમયે હોલ પહેરવો પહેલો આવશ્યક છે. રમેશભાઇ રૈયાણી મો.૯૮૭૯૦ ૦ ૧૦૭૬૯ મનુભાઇ પટેલ મો.૯૪ર૮૭ ૯૦૩૪૯ માં ધ્યાન લીલા ૯૯૭૪૦ ૩૭૭૩૭ નો સંપર્ક કરવા જણાવાયુંછે.

(4:51 pm IST)