Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ

માત્ર વહેલી સવારે અને મોડી રાત્રીના ઠંડીની સામાન્ય અસર

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટનો અનભવ થઇ રહ્યો છે. ઠંડીમાં રાહત થતા લોકોને  હાશકારો થયો છે.માત્ર વહેલી સવારે અને મોડી રાત્રીના ઠંડીની સામાન્ય અસર અનુભવાઇ રહી છે.

જુનાગઢ વિસ્તારમાં મિશ્ર હવામાન

જુનાગઢ : જુનાગઢ વિસ્તારમાં આજે મિશ્ર હવામાન રહ્યું છે. છેલ્લા બે દિવસથી તાપમાન વધતા ગરમી પડવી શરૂ થઇ ગઇ છે. ઠંડીનાં દિવસોમાં લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

બપોરના ગરમી અને સવારે ગુલાબી ઠંડીથી મિશ્ર હવામાન પ્રવર્તે છે.સવારનું લઘુતમ તાપમાન ૧૭.૯ ડીગ્રી, વાતાવરણમાં ભેજ ૭૯ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.ર કિ.મી.ની નોંધાઇ હતી.

જામનગર

જામનગર : શહેરનું લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું છે. જયારે મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી, હવામાન ભેજ ૬૮ ટકા છે.

(11:40 am IST)