Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ભાવનગરમાંથી ત્રણ ચોરાઉ બાઇક સાથે રીઢો ગુનેગાર ઝડપાયો

ભાવનગર તા. ૧૬ : એસઓજીના સ્ટાફે પૂર્વ બાતમીને આધારે ભરતનગર યોગેશ્વરનગરમાં રહેતા કુખ્યાત અશ્વિન ઉર્ફે 'ચીનો' અશોકભાઇ ચૌહાણનાં ઘરે તપાસ કરતા તેને ત્યાંથી ત્રણ ચોરાઉ મોટરસાઇકલ મળી આવેલ.

આ મોટરસાયકલની ભાવનગર અને પાલીતાણામાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે તેને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:27 am IST)