Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોકઅદાલત યોજાશે

 ગીર સોમનાથ તા. ૧૬ : ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા.૧૦-૨-૧૮ ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્રારા જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાન થી કેસો પુરા થાય તે માટે નેશનલ લોકઅદાલતનું આયોજન કરાયું છે.

આ લોકઅદાલતમાં ચેક રિર્ટનના કેસ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ ને લગતા કેસ, પાણીબીલ ને લગતા કેસ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્ન સબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મુકી શકાશે. જે પક્ષકારો કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીકટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાના તાલુકા કોર્ટમાં આવેલ તાલુકા કાનુની સેવા સમિતિનો સંપર્ક કરવા સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ વેરાવળની યાદીમાં જણાવાયું છે.

પીસી એન્ડ પીએનડીટી એકટ ઓરીએન્ટેશન વર્કશોપ યોજાશે

વેરાવળ ધ ડિવાઈન રિસોર્ટ ખાતે તા. ૨૧ના સવારે ૯.૩૦ કલાકે પીસી એન્ડ પીએનડીટી એકટ ઓરીએન્ટેશનનો એક દિવસીય વર્કશોપ યોજાનાર છે. જેમાં પીસી એન્ડ પીએનડીટી એકટના અમલીકરણ માટે પુરતી જાણકારી મળી રહે, કાયદાકીય કક્ષાએ નિભાવવાના રેકર્ડ રજીસ્ટર, ફોર્મ-એફ, માસિક રિપોર્ટ અને કાયદાકીય ઘનિષ્ટ સમજણ આપી ક્ષતિઓ નિવારી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લાના તમામ કાર્યરત પીસી એન્ડ પીએનડીટી રજીસ્ટર/યુઝરો, અરજદારો અને સોનોગ્રાફી મશીનના તમામ યુઝર તબીબે ફરજીયાત આ વર્કશોપમાં ઉપસ્થિત રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.(૨૧.૫)

(10:03 am IST)