Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જૂનાગઢમાં ફાયરીંગ અને હુમલાના બનાવમાં ધરપકડ માટે પોલીસની કવાયત

બંને પક્ષના કુલ ૧૬ શખ્સો સામે નોંધાતા ગુનો

જૂનાગઢ તા. ૧૫: જૂનાગઢમાં ગઇકાલે થયેલા ફાયરીંગ અને હુમલાના બનાવમાં પોલીસે આરોપીઓની ધરપકડ માટેની કવાયત હાથ ધરી છે.

જૂનાગઢમાં દાતાર રોડ પર આવેલ આર્યસમાજ પાસે રહેતા દલિત મનોજ બાવજીભાઇ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવાન સહિત બે ઉપર સંજય ઉર્ફે બાડીયો નામના શખ્સે ફાયરીંગ કરેલ અને રોહિત નામના ઇસમે લોખંડની પટી વડે હુમલો કર્યો હતો.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. સદ્નશીબે ફાયરીંગમાં કોઇને ઇજા થયેલ નહિ.

આ અંગે મનોજ સોલંકીએ સંજય ઉર્ફે બાડીયો, વિકી સોલંકી, મચ્છર ઉર્ફે કમલેશ, નરેશ ઉર્ફે ટીટો, જીતેન્દ્ર ઉર્ફે જીતો, મહેન્દ્ર ઉર્ફે ટકો, નિરજ ઉર્ફે ટારઝન, રોહિત ઉર્ફે કાલો, સાહિલ મોહન, વિજય ઉર્ફે લંગડો, ગીલી ઉર્ફે રોહિત અને સંદિપ ઉર્ફે કાલીયો સહિત ૧૨ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ કરતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સામા પક્ષે પ્રદિપના ખાડીયામાં રહેતા શારદાબેન ચનાભાઇ સોલંકી (ઉ.વ.૫૦)એ જવો બાવજી, મનોજ બાવજી, રાજુ બાવજી અને રાજુ બાવજીનો પુત્ર ચંદુ સામે તમંચો બતાવીને ભાણેજ રોહિતને ધમકી આપી હોવાની અને અગાસી પરથી પથ્થર વગેરેથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ કરી હતી.

બંને બનાવની તપાસ એ-ડીવીઝન ડી-સ્ટાફના પી.એસ.આઇ. એ.કે.પરમાર ચલાવી રહ્યા છે.

(1:15 pm IST)