Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સોરઠમાં ઠંડીમાં આંશિક ઘટાડોઃગિરનાર પર ૧૦.૬ ડીગ્રી

જુનાગઢ, તા., ૧૫: ગઇકાલે સુસવાટા બોલાવ્યા બાદ આજે ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે.

ગુરૂવારે જુનાગઢનું તાપમાન ઘટીને ૯.૯ ડીગ્રી અને ગિરનાર ખાતે પારો નીચે ઉતરીને ૪.૯ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પરીણામે હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી.

દરમ્યાન આજે સવારે પ.૯ ડીગ્રી તાપમાન વધતા જુનાગઢમાં ઠંડી ૧પ ડીગ્રી થઇ ગઇ હતી અને ગિરનાર પર્વત પરનું તાપમાન ૧૦.૬ ડીગ્રી રહયું છે આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૭ ટકા નોંધાયેલ છે.સવારે પવનની ગતી વધીને ૭.પ કી.મી.ની થઇ જતા ઠંડી હોવાનું હવામાન વિભાગે જણાવેલ છે.

(12:21 pm IST)