Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ગોંડલમાં અમરેલી પંથકના ખેડૂત સાથે ૪ લાખની ઠગાઇઃ બે શખ્‍સો સામે ફરિયાદ

૫૦૦ મણ કપાસ જીનીંગ મીલમાં વેચવા આપ્‍યા બાદ રૂપિયા ન આપ્‍યા! : ગોંડલના જયદીપ દલાલ અને તેના ભાણેજ મહેશ સામે ગુન્‍હો નોંધાયો

ગોંડલ તા. ૧૫ : ગોંડલમાં કેટલાક ગઠિયા ઓ દ્વારા ખેડૂતોને કપાસનો ઊંચો ભાવ અપાવી દેવાની લાલચે બોલાવી છેતરપિંડી કરતા હોવાની અનેક ઘટનાઓ બની છે ત્‍યારે આજે તેમાં પણ એક વધારો થવા પામ્‍યો છે અમરેલીના ખાંભાના ખોડધારા ગામના ખેડૂતને બે ગઢીયાઓએ રૂા. ૪ લાખમાં છેતરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી પંથકના ખોડધારા ગામે રહેતા નનુભાઈ જેરામભાઈ અમરેલીયા (ઉ.૫૫)ને ગોંડલના જયદીપ દલાલ અને તેના ભાણેજ મહેશે ગોંડલ બોલાવી ૫૦૦ મણ કપાસ રામ જિનિંગ મિલમાં વેચવી આપ્‍યો હતો બાદમાં કપાસ ના રૂા. ૪,૧૪,૯૫૦ ન આપી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્‍હો નોંધી વધુ તપાસ પીએસઆઇ રાણાએ હાથ ધરી હતી

(11:43 am IST)