Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પોરબંદરમાં રિસામણે બેઠેલી પત્‍નિ પાછી ન આવતાં હિતેષગીરીએ સસરાના ઘરે ઝેર પીધું

રાજકોટ તા. ૧૫: પોરબંદર ઝુંડાળામાં  પોરાઇ માતાજીના મંદિરમાં માતા-પિતા સાથે રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હિતેષગીરી ગુલાબગીરી મેઘનાથી (ઉ.૩૦) નામના બાવાજી યુવાને પરમ દિવસે બપોર બાદ પોરબંદર રાજીવનગરમાં રહેતાં પોતાના સસરા જીતેન્‍દ્રભાઇ પંડયાના ઘરે ઝેરી દવા પી લેતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. હિતેષગીરી બે ભાઇમાં મોટો છે. તેણે દસેક વર્ષ પહેલા આરતી પંડયા સાથે લવમેરેજ કર્યા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ-પત્‍નિ વચ્‍ચે ઝઘડો થતાં સાતેક મહિનાથી પત્‍નિ આરતી તેના પિતા જીતેન્‍દ્રભાઇના ઘરે રહેવા જતી રહી છે. પરમ દિવસે હિતેષગીરી તેને તેડવા જતાં પત્‍નિ અને સસરાએ માથાકુટ કરતાં અને પત્‍નિએ સાથે આવવાની ના કહી દેતાં હિતેષગીરીએ ત્‍યાં જ ઝેરી દવા પી લીધી હોવાનું તેના ભાઇએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પોરબંદર પોલીસને જાણ કરી હતી.

(11:38 am IST)