Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વાંકાનેર બેઠકની મત ગણતરી મોરબી થશે

વાંકાનેર તા. ૧પ :.. વાંકાનેર વિધાનસભા બેઠકની મત ગણતરી ગત ર૦૧ર ની ચૂંટણીમાં રાજકોટ ખાતે થઇ હતી. પણ વાંકાનેર હવે રાજકોટ થી અલગ થઇ મોરબી જીલ્લામાં સમાવેશ થઇ જતા વાંકાનેર બેઠક માટેની મત ગણતરી સોમવારે સવારે ૮ વાગ્યાથી, સરકારી પોલીટેકનીક, ઘુંટ્ટુ રોડ, મોરબી ખાતે થનાર છે.

આ વેળા વાંકાનેર બેઠક માટે થતી લોક ચર્ચાઓ મુજબ અગાઉ કરતા કંઇક જુદી જ, અને ભારે દ્વિધા તેમજ કસોકસની સ્થિતી જોવા મળી રહી છે. ભાજપ જીતશે કે કોંગ્રેસ ? તે અંગે સસ્પેન્સ  થ્રીલર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બન્ને પક્ષે જીતના  દાવાઓ થઇ રહ્યા છે. અને તે પણ આત્મ વિશ્વાસ સભરના થઇ રહ્યા છે. જેને પગલે સોમવારના પરીણામની આતુરતા સભર રાહ જોવાઇ રહી છે એવું અનુમાન પણ જોર પકડી રહ્યુ છે કે, આ બેઠકમાં જીતનાર ઉમેદવાર પાંખી લીડથી જીતશે..?

(11:31 am IST)