Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં માત્ર ર ડોકટરો !

૧૪ ડોકટરોમાંથી ર ડેપ્યુટેશન ઉપર અન્ય ગામની હોસ્પિટલમાં ર ડોકટરો કામ માટે બહાર : આરએમઓ સહિત અન્ય રજા ઉપર

પોરબંદર, તા. ૧પ : રાજય સમય વખતથી કાર્યરત અને હાલ જીલ્લાની પ્રથમ કક્ષાની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં હાલ માત્ર ર ડોકટરો ફરજ ઉપર હોય ખાસ કરીને ગામડામાંથી આવતા દર્દીઓને પૂરતી સારવાર અને માર્ગદર્શન મેળવવામાં તકલીફો પડી રહી છે.

સરકારી હોસ્પિટલમાં દરરોજ ર૦૦થી રપ૦ ઓપીડી કેસ આવે છે. શહેરની અન્ય સરકારી ડીસ્પેન્સરીઓ ગાયવાડી અને વાડીપ્લોટમાં કાર્યરત છે. સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને ડાયાલીસીસ કાર્યરત છે, પરંતુ ડોકટરોની ગેરહાજરીને કારણે દર્દીઓ હેરાન છે ૧૪ ડોકટરોમાંથી ર ડોકટરો ભાણવડ અને દ્વારકા હોસ્પિટલમાં ડેપ્યુટેશન માટે મૂકવામાં આવ્યા છે. અન્ય ર ડોકટરો હોસ્પિટલના કામ માટે બહાર રહે છે. આરએમઓ સહિત અન્ય ડોકટરો રજા ઉપર છે. હોસ્પિટલમાં ફુલટાઇમ સર્જનની જગ્યા લાંબા સમયથી ખાલી છે. આ પ્રશ્ને અનેક વખત રજૂઆતો છતાં ધ્યાન અપાતું નથી. સ્થાપિત હિતોને લીધે કાર્યવાહી થઇ શકતી નથી તેવી ચર્ચા થઇ રહી છે.

(10:51 am IST)