Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

દ્વારકાના દરિયામાંથી ઝડપાયું શંકાસ્પદ જહાજ: કોસ્ટગાર્ડ દ્વારા જહાજના ક્રુ મેમ્બર્સની પુછપરછ

ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ કરતું હોવાનું જણાતા ઝડપી લેવાયું

દ્વારકા : સલાયાનું એક માલવાહક જહાજ ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ કરતું હોવાનું સામે આવતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ અલગ અલગ એઝન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી કંઇ અનઅધિકૃત બાબત જણાઇ નથી. પરંતુ તપાસ ચાલી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા જહાજના ક્રુ મેમ્બર્સની પુછપરછ કરવામાં આવી રહી છે.

 


 અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા બુધવારે દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન અન્ય જિલ્લાની 5 અને પોરબંદરની 5 બોટનો ફિશિંગ ઝોન તેમજ IMBL નજીક માછીમારી કરતા ઝડપાઇ હતી. જેથી કાર્યવાહી માટે ફિશરિઝ વિભાગને સોંપવામાં આવતા તમામ બોટના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. પોરબંદરની 5 બોટ અને અન્ય જિલ્લાની 5 બોટ મળી આવી હતી.

(11:15 pm IST)