Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વિંછીયાના અમરાપુરની આદર્શ માધ્‍યમિક શાળા ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ વિષય પર કાનૂની શિબિર

જસદણ : વિંછીયા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત અમરાપુર ગામે આવેલ શ્રી આદર્શ માધ્‍યમિક શાળા અને અમરાપુર આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ કેમ્‍પસ ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ વિષય પર કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પો.કો. મેઘનાબેન ચુડાસમા, લો સ્‍ટુડન્‍ટ કૃપાલીબેન ચૌહાણ અને વકીલ પ્રભાબેન ઘુઘલનાઓ દ્વારા વિદ્યાર્થીઓને પોક્‍સો એકટ તેમજᅠ લીગલ સર્વીસ ઓથોરિટી એકટ વિશે સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ચેરમેન જે.વી.અઢીયાના માર્ગદર્શન હેઠળ લીગલ સેક્રેટરી એ.એન.પંડયા દ્વારા કરવામાં આવેલ હતું. (તસ્‍વીર-અહેવાલ : નરેશ ચોહલીયા -જસદણ)

 

(10:58 am IST)