Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

108 ટીમની મહેનતથી મા અને બાળકીનો જીવ બચ્યો

કાનાલુસ રેલવે પુલમાં કામ કરતા મજુર મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપડ્યો : સ્ટેશન પર માલ ગાડી હોવાથી એમ્બુલન્સ જઈ શકી નહીં : 1,5 કી,મી, રેસ્ક્યુ કર્યા : દુખાવો વધી જતા એમ્યુલન્સ રોકી રસ્તામાં જ ડિલિવરી કરાવી

જામનગર : આજે ગુરુવારે સાંજે 4:30 વાગ્યાં આસપાસ  કાનાલુસ  રેલવેના પુલ મા કામ કરતા મજુર સરલાબેન અર્જુનભાઈ ડામોર ઉંમર 21 વર્ષ ને અચાનક અધૂરા મહિને ડિલિવરી દુખાવો ઉપડતા તેમના સગાએ 108 મા કોલ કર્યો જેનો કોલ ખાવડી લોકેશન 108ને મળતા  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ સ્ટેશન પર માલ ગાડી હોવાથી એમ્બુલન્સ જઈ શકે તેમ નહોતી. આશરે  1.5 km દૂર હતા જેને 108 સ્ટાફ પાઇલોટ ધર્મેશભાઈ અને EMT રસીલાબાએ સ્ટ્રેચરમા રેસ્ક્યુ કરી  માલગાડી ક્રોસ કરીને એમ્બુલન્સમા લાવ્યા પણ દુખાવો વધી જતા રસ્તામા એમ્બુલન્સ રોકી ડિલિવરી કરવી પડી હતી. અધૂરા મહિને થતી ડિલિવરી ઘણી મુશ્કેલ હતી. 108 સ્ટાફ રસીલાબા ઉપરી અધિકારીના મદદ થી ડિલિવરી કરાવી અને મા અને  બાળકી નો જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર અર્થે જામનગર જી. જી. મા લાવ્યા હતા અને તેમના સગા અને રેલવે ના લોકોએ 108 સ્ટાફની કામગીરી ના મો ફાટ વખાણ કર્યા હતા અને આભાર માન્યો હતો (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(7:25 pm IST)