Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબો સ્ટાફગણે કોવિડ-19ની જનજાગૃતિ અંતર્ગત શપથ લીધા હતા

 ધોરાજી :ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબો સ્ટાફગણે  કોવિડ-19ની જનજાગૃતિ અંતર્ગત શપથ લીધા હતા   દૂનીયાભર માં કોરોના વાયરસ મહામારી એ હાહાકાર મચાવેલ છે. ત્યારે લોકોમાં માસ્ક પહેરવું ફરજીયાત છે.

  આ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશ સાથે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ડો.જયેશ વસેટીયન ના પમૂખ સ્થાને હોસ્પિટલ ના તબીબો સ્ટાફ પરિવાર દ્વારા શપથ લીધા હતા કે હું માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળીશ નહી.દરેકથી ઓછામાં ઓછુ 6 ફૂટનું અંતર જાળવીશ વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનીટાઇઝ કરતો રહીશ. મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકાર શકિત વધારવા આયુષની ઉપચાર પઘ્ધતિઓ અપનાવીશ અને યોગ વ્યાયામથી જીવન શૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ એવા શપથ લીધા હતા.

  આ કાયકમમા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વસેટીયન, ડો.રાજ બેરા, ડો.પાર્થ મેઘનાથી, ડો.અંકીતા પરમાર, ડો.અંજલી તલરેજા સહિતના સ્ટાફ કમચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:09 pm IST)