Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ચોરવાડ અને ગીર ખોરાસા ગામના સીમ વિસ્તારમાં ખનીજ ચોરી ઝડપાઇઃ વાહનો જપ્ત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧પ : ચોરવાડના હોલીડે કેમ્પ ડેડેશ્વર મંદિરની પાસે આવેલ સીમ વિસ્તારમાં સિમની જમીનમાંથી ભીમશી ઉર્ફે મુન્નો નારણ કસોટ રહે. ખોરાસા ગેરકાયદેસર રીતે મંજુરી વગર જનરેટરથી ચકરડી મશીન ચલાવી જમીનમાંથી બી.લાઇમ સ્ટોન કાઢી તેનું ચોરી છુપીથી વેંચાણ કરી ખનીજ ચોરી કરાય હોવાથી જનરેટર તથા ત્રણ ચકરડી મશીન મળી કિ. રૂ.૩,પ૦,૦૦૦/- ત્રણ લાખ પચાસ હજારની ગણી જપ્ત કરાવેલ છે.

આ ઉપરાંત ગડુ ગામની બાજુમાં આવેલ ગીર ખોરાસા ગામેની સીમ વિસ્તારમાં સિમની જમીનમાંથી જગમાલ વાળા રહે. વેરાવળ તથા સંદીપ રાણાભાઇ ભાદરકા રહે. ખોરાસા તથા અરવિંદકુમાર રાજપુત રહે. ખોરાસા તથા કલ્પેશ હાજા રામ રહે. ઘંડેરી તથા કમલેશભાઇ ડેર રહે. રાજકોટવાળા એકબીજાની મદદથી ગેરકાયદેસર રીતે મંજુરી વગર જમીનમાંથી હ્યુન્ડઆઇનું કંપનીનું મશીન ચલાવી લાઇમ સ્ટોન કાઢી તેનું ચોરી-છુપીથી વેંચાણ કરી ખનીજ ચોરી કરતા વાહનોની કિ. રૂ.પ૦,૦૦,૦૦૦/- પચાસ લાખની ગણી જપ્ત કરાવેલ છે.

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી. પી. મનિન્દર પ્રતાપ સિંહ પવારની સુચના મુજબ જુનાગઢ રેન્જમાં થતી ખનીજ ચોરી અટકાવવા તેમજ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના ઇ/ચા. પો.ઇ.કે.કે.ઝાલા પોલીસ સ્ટાફ સાથે જુનાગઢ રેન્જ, વિસ્તારમાં સ.વા.નં. જીજે-રપ-જી-૦ર૯ર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ચોરવાડ પાસે પહોચતા પો.સ.ઇ. એસ.જી. ચાવડા તથા પો.કોન્સ. ભુપતસિંહ ડોલરસિંહ સીસોદીયા સહિતને બાતમી મળી હતી. આ કામગીરી રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ.જી. ચાવડા, પો.કો.ભુપતસિંહ ડોલરસિંહ સીસોદીયા તથા જુનાગઢ ખાણ ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેકટર હિરેન સંડેરા, માઇન્સ સુપરવાઇઝર એસ.જે. પાઘદાર તથા સર્વેયર એ.એન. વારોતરીયા વિગેરે કરેલ છે.

(12:52 pm IST)