Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગોંડલની મહિલા અને બે શખ્સો બાળકીનો ઉપયોગ કરી જુનાગઢની બજારમાં મોબાઇલ ચોરી કરતા ઝડપાયા

જુનાગઢ,તા.૧૫ : ઊંઘી વાડા, રઝવી મંજિલ ખાતે રહેતા ફરિયાદી ઇરમબેન અસલમભાઈ સોરઠીયા ખરીદી કરવા પંચ હાટડી માંગનાથ વિસ્તારની બજારમાં ગયા હતા ત્યારે બે અજાણી મહિલાઓ દ્વારા તેમનો મોબાઈલ ફોન હોનર કંપનીનો ૯ફ મોડેલ કિંમત રૂ. નો ચોરી કરી લઇ ગયેલ હતી. આ બાબતની ફરિયાદ ફરિયાદી ઇરમબેન અસલમભાઈ સોરઠીયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધેલ.

 ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ.   આર.જી.ચોધરી, પીએસઆઇ જે.એચ. કછોટ, હે.કો. વિકાસભાઈ, પો.કોન્સ. મોહસીનભાઈ, ભાવસિંહ, વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઇ તેમજ જીલ્લાના કમાન્ડ  અને કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ,  પો.કોન્સ. જયેશભાઇ જોગલ, રાહુલગીરી મેઘનાથી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે મોબાઈલ લઇ જનાર બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા એક મહિલા મોબાઈલ ચોરી કરીને સગીર બાળકીને આપતા હોય, તેની ઝીણવટ ભરી માહિતી એકઠી કરી, એ ડીવીઝન પોલીસ સ્ટાફને સોંપતા, એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા તે આરોપીઓ (૧) રાધાબેન અનિલભાઈ સોલંકી દે.પય. ઉવ. ૨૮ રહે. સરકારી દવાખાના પાસે, ગોંડલ, (૨) ભરત કિશોરભાઈ ચાવડા રજપૂત ઉવ. ૨૮ રહે. જેતપુર રોડ, હેપી હોમ, ગોંડલ જી. રાજકોટ તથા (૩) જુનેદ હારુનભાઈ કૈડા સુમરા ઉવ. ૩૨ રહે. ભગવતી પરા, ગોંડલને સગીર બાળકી સાથે પકડી પાડેલ હતા. ર્ંપકડાયેલ આરોપીઓ પાસે ચોરીમાં ગયેલ મોબાઈલ ઉપરાંત  ત્રણ મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂ. ૬૨,૦૦૦/-  નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરી કરવામાં સગીર બાળકીનો ઉપયોગ કરેલ હોઈ, જુવેનાઇલ એકટના કાયદાની કલમો ઉમેરી, ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓ ગોંડલ ખાતેથી જૂનાગઢ ખાતે ચોરી કરવાના ઇરાદે આવેલ હતા અને મોબાઈલ ચોરીના ગુન્હામાં લોકોને શંકાના જાય તે માટે સગીર બાળકીનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ, મહિલાએ મોબાઈલ ચોરી કરી, સગીર બાળકીને આપેલ અને બાળકીએ રીક્ષા મા રહેલ બને આરોપીઓને આપી દીધેલ હતો. જેથી, આરોપીઓ વિરૂધ્ધ ચોરીની કલમો સાથે જુવેનાઇલ જસ્ટીસ એકતની કલમો આધારે કાર્યવાહી કરી, વધુ તપાસ એ ડિવિઝન પોલોસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(11:42 am IST)