Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

બસીએ શિવ સ્વરૂપ છે અને છડી બ્રહ્માનું સ્વરૂપ છેઃ પૂ.રમેશભાઇ ઓઝા

જુનાગઢમાં આયોજીત ઓનલાઇન ભાગવત કથાનો પાંચમો દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧પ : જુનાગઢના ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે અમેરીકા નિવાસી શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઇ પંચમતિયા પરિવાર મનોરથી દ્વારા પુ. શેરનાથબાપુના સાનિધ્યમાં પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ઓનલાઇન ગિરનારી ભાગવતી કથા ગંગા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે પમાં દિવસે પૂ.ભાઇશ્રીએ કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આજે માણસ પાસે પૈસા હોય પણ શાંતિ ન હોય પછી જાય સાધુ-સંતો પાસે બાપુ છોકરા શાંતિ નથી લેવા દેતા ઘણાને છોકરા વૈરાગ લેવડાવી દયે ભેગી ઘરવાળી પણ હોય.

વૈરાગ્ય થાય એ કલ્યાણ કરે વૈરાગ્ય ૪ પ્રકારના હોય છે.

વિવેકપૂર્વ, દોષ દ્રષ્ટિ પૂર્વક, અરૂચી પૂર્વક ભગવતરતિ પૂર્વક આગોપીઓનો વેરાગ એનુ મન કયાંય ચોટતુ નથી ભગવતરતિ કૃષ્ણમાં તેરત છે. માટે

પૂ. ભાઇશ્રી સતાર સાહેબની વાણીનું ગાન લોકગાયક મયુર દવે પાસે કરાવ્યુ હતું નીંંદ ગઇ મોહે ચેન નહી ઘર આવો મોરે સાવરીયા ભાઇશ્રી પણ ઝૂમી ઉઠયા હતાં. દાસ સતાર કહે મોરે ઘર આવો મધુવન સુના સુનીથી સબ ગલીયા ઘર આવો સાવરીયા ઘરકી પ્રીત પસંદના આઇ ઘર આવો પૂ. ભાઇશ્રી હરે ક્રિષ્ના હરે રામનું ગાન કરાવ્યુ હતું અને સૌ શ્રોતા ભાવવિભોર બન્યા હતા અને કૃષ્ણજન્મોત્સવની ઉજવણી પૂર્વે હરે ક્રિષ્ના હરે ક્રિષ્નાનું ગાન કરી કડતાલ સાથે ભાઇએ પણ ભાવવિભોર સાથે ધુન કિર્તન કરાવ્યા હતા આખા વિશ્વમાં ભકતો બેઠા બેઠા આ જીવંત પ્રસારણમાં જોડાય આજે આખી સૃષ્ટિ નાચે છે.

ગમે તે રીતે વૈરાગ્ય થાય અભય એ વિના છે જ નહી

દરેક જગ્યા વૈરાગ્ય થાય તો અભય પદ મળે

આ સાધુ-અભયપદ વાળા છે હરી ઓમ તત્સત જયગુરૂદતનું ગાન કરતા વધુમાં ભાઇએ જયગિરનારી અલખ નિરંજન કરતા જણાવેલ. વૈરાગ્યમાંથી ઉઠેલ ગર્જના આદેશ વાસ્તવમાં સાધુ માનવ સમુદાયના સમ્રાટ છે. એ વાચારા સાચા રે સંતોની સંતવાણી શ્યામ ઠાકરે  રજુ કરેલ. ગિરનારી કથા છે એટલે ગિરનારી રંગ ચડવાના વૈરાગ્યના ચાર પ્રકારના વૈરાગ્યનું ભાઇશ્રી એ વિસ્તાર પૂર્વક વર્ણન કર્યુ હતું.

ભાગવતની રાસ લીલાએ શિવની સમાધી એજ ગોરખની સમાધી છે.

ભાગવતની ભાષા સંસ્કૃત નહી સમાધી છે. ભૂમિકા છે પરમહંસની.  ભાગવતનો રંગ ભગવો છે આ ભગવી કથા છે અને ભાગવી કથા છે.  માયલો જાગી જાય મેળે પડી જાય. ભાગવતનો રસ મધુર છે ભકિત મધુર છે.

મધુર રસ બધાને પસંદ આવે છે મનને આરસ સારો લાગે છે. એક મહાપુરૂષને આમંત્રણ આપો એટલે તેનું પરિકર સાથે હોય કૃષ્ણ આવ્યા એ પહેલા દેવતાઓ આવી ગયા ગોપી બનીને આપણા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કયાય જાય તો એક મંડળી અગાઉ પહોંચી જાય તો આતો જગત પતિ છે. વડોરે ગોવાળીયો કોણ થશે હરીએ ભાર્યો હાથીયો કાળીનાગ ના થયો.

આ ડુબતાની નાવડી કોણ તારસે  અમારી ઇન્દ્રી રૂપી ગાયોને કોણ ચારસે ગો એટલે ગાયો ઇન્દ્રીઓ એ સંસારમાં  ન નીકળે તું તારી હારે ચાર કૃષ્ણ પાસે બેસી અને છઠી બન્ને છે જયા ન જાવ જેવું હોય ત્યાં છોડી બેસી એ શિવ રૂપ છે છડી બ્રહ્માનું પ્રતિક છે. આજે પાંચમાં દિવસે પુ. મુકતાનંદબાપુ પુ. હરીહરાનંદબાપુ અને નાથસંપ્રદાયના સંતો અને શ્રોતાઓ મર્યાદિત સંખ્યામાં સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ લાભ લઇ રહ્યા છે.

(2:19 pm IST)