Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અમરેલીની ગ્રાન્ટેડ શાળા કમાણી ફોરવર્ડ હાઇસ્કુલના ધોરણ ૧૧ વિજ્ઞાનપ્રવાહના વર્ગો બંધ કરતી ગુજરાત સરકાર

વર્ગ ચાલુ કરવામાં નહીં ભૂતપૂર્વ આવે તો વિદ્યાર્થીઓને એકઠા કરી..આંદોલન કરવામાં આવશે.. એડવોકેટ સંદિપ પંડ્યા ભૂતપૂર્વ વિદ્યાર્થી કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ

અમરેલી,તા. ૧૫: અમરેલી શહેર માં આવેલી સૌથી જૂની ગ્રાન્ટેડ સરકારી સંસ્થા કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાહના ૧માં ધોરણના વર્ગો બંધ કરતી ગુજરાત સરકાર નવાઈની વાત તો એ છો કોરોનાના કાળમાં જયારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસક પ્રમોશન અપાયું છે ત્યારે સામે એડમિશન લેનારા ઓ વિદ્યાર્થીઓની સંખ્યા આંકડો સામે રજિસ્ટ્રેશન હોય સ્કૂલમાં તો પણ આ ૧૧ માં ધોરણના વર્ગ બંધ કરી અમરેલી સાથે અન્યાય થઈ રહ્યો છે કમાણી ફોરવર્ડ સ્કૂલમાં પૂરતો સ્ટાફ મહેકમ હોય ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહને અનુકૂળ આધુનિક લેબ. સાયન્સ વિષયના તમામ વિષય વાઇજ શિક્ષકો હોય આધુનિક સ્કૂલનું બિલ્ડીંગ જરૂરિયાત પ્રમાણે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહને લગતી તમામ સુવિધાઓ હોય તો પણ આ વર્ગો બંધ કરીને પ્રાઈવેટ સ્કૂલને આ ગુજરાત સરકાર પ્રોત્સાહન આપે છે તેવુ સાબિત કર્યું છે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રાઇવેટ માં મસમોટી ફી ચૂકવવી પડે છે ત્યારે સમાજ માં વસતા દરેક લોકોને આ આર્થિક બોજ સહન કરવો પરવડે તેમ નથી આ વર્ગો બંધ થવાથી ગરીબ વર્ગ મધ્યમ વર્ગ સહિત માનવ સમાજમાં વસતા દરેક ઘરના દીકરા દીકરીને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ભણવું એક સપનું બની જશે.માટે આ વર્ગો તાત્કાલીક અસરથી પુનઃજીવિત થાય તેવી માંગ શરદ ધાનાણી અને એડવોકેટ સંદીપ પંડ્યા ભૂતપૂર્વ વિદ્યાર્થી અમરેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલએ કરી છે.

(2:19 pm IST)