Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વરિષ્ઠ લોહાણા સમાજ દ્વારા જલારામ મંદિર ગોંડલના હરિભાઇ સુજપાલનું સન્માન તથા હોદ્દેદારોની વરણી

(અશોક જોશી દ્વારા) ગોંડલ,તા.૧૫ : વરિષ્ઠ લોહાણા સમાજ દ્વારા જલારામ મંદિર ગોંડલના હરિભાઈ સેજપાલનું સન્માન તથા હોદ્દેદારોની વરણીતાજેતરમાં વરિષ્ઠ લોહાણા સમાજ ગોંડલ દ્વારા જલારામ મંદિરે એક સન્માન સમારોહ યોજાઈ ગયો જેમાં અનન્ય સેવાભાવી તથા ગોંડલના જલારામ મંદિરની આધારશિલામાં પોતાનું મહદઅંશે યોગદાન આપેલ છે તેમજ અત્યારે પણ જલારામ મંદિરનું તમામ સંચાલન સુચારૂ રૂપે ચલાવે છે તેવા હરિભાઈ સેજપાલને સર્વસમાજને ભવ્ય જલારામ મંદિર ભેટ આપવા બદલ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ એમના સહચારીણી પૂજાબેન હરિભાઈ સેજપાલ ને આવા સરસ કાર્યમાં સતત ટેકો આપતા રહેવા બદલ એમનું બુકે તથા ફુલહાર થી સન્માન કરવામાં આવ્યું.

 સન્માન સમારોહ બાદ કોરોના કાળ દરમિયાનના દિવંગતો ને સર્વેએ શ્રધ્ધાંજલી અર્પિત કરી, વરિષ્ઠ લોહાણા સમાજ ના હોદ્દેદારોની વરણી કરી. જેમાં પ્રમુખ તરીકે વિનુભાઈ વસાણી, ઉપપ્રમુખ  પ્રકાશભાઈ ઠકરાર, ઉપપ્રમુખ દિનેશભાઈ લાલચેતા, મહામંત્રી અશોકભાઈ પોંદા, મંત્રીઓ નટુભાઈ તન્ના તથા અશોકભાઈ બુધ્ધદેવ, ખજાનચી મહેશભાઈ કોટક, સહ ખજાનચી રાજુભાઈ પોપટ, સલાહકાર તરીકે રમેશભાઈ કટારીયા ઝવેરી, કિશોરભાઈ દાવડા, ઉમેદભાઈ પોંદા, કિશોરભાઈ સોમૈયા, સૂર્યકાંતભાઈ સેલાણી, હરિભાઈ સેજપાલ, ઘનશ્યામભાઈ રાયચુરા, ચંદુભાઈ સોમૈયા, ભરતભાઈ સાગલાણી તથા લીગલ એડવાઈઝર તરીકે એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર ની સર્વાનુમતે વરણી કરેલ છે.

(11:48 am IST)