Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સુરેન્દ્રનગરમાં યુવા પ્રવચનકાર પ.પૂ.પન્યાસ સત્વબોધિ વિજયજી મ.સા.નો ચાર્તુમાસ પ્રવેશ

૧૦૮મી ઓળીનો પ્રારંભ, સામૈયુ, સવારે ૭:૩૦ થી ૮:૩૦ પ્રવચન

રાજકોટઃ ચાલો પ્રભુ વીરના સર્વે સંતાનો ચાતુર્માસ પર્વને અહિંસા ના વિચારોથી આરાધીએ. સ્વયં પ્રભુએ સ્થાપેલા શ્રી સંઘમા ધર્મ આરધના કરવા અને કરાવવા વીરના વારસદાર પધારી રહ્યા છે. જ્યા કરુણા તેમજ દ્વેષ રહિત ધર્મ છે ત્યાં જ મહાવીર હૈયા માં વસે છે. કર્મ રહિત આરધના કરી શ્રીસંઘ મા બિરજમાન સદ્દગુરૂ પ્રત્યે સમર્પણ ભાવ ઉજાગર કરીએ. પ્રભુવીરના વારસદાર એવા મહા -પુરૂષના દર્શન, વંદન અને શ્રુત શ્રવણની એ ક્ષણભર ક્ષણો ના સમયના અહોભાવ નુ બલિદાન આપણને સર્વેને કેવળજ્ઞાન સુધી લઇ જશે.

સુરેન્દ્રનગર, વાસુપૂજ્ય દાદાની છત્ર છાયામાં વૈરાગ્ય દેશના દક્ષ પરમ પૂજ્ય હેમચંદ્રસુરી મહારાજાના શિષ્ય, વર્ઘમાન તપની ૧૦૭ ઓળીનાં આરાધક, યુવા પ્રવચનકાર, પરમ પૂજ્ય પન્યાસ સત્વબોઘિ વિજયજી ગણીવર્ય મહારાજનાં ચાતુર્માસ પ્રવેશ સાથે, ૧૦૮મી ઓળીનો પ્રારંભ,  રવિવાર તા. ૧૮ સામૈયું સવારે ૭ વાગે, ઉપાશ્રયમાં પ્રવેશ સવારે ૮:૩૦ વાગે. વાસુપૂજ્યસ્વામી જીનાલય, (મોટા દેરાસર) શ્રી અમીઝરા સુરેન્દ્રનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ

હૃદય સ્પર્શી જ્ઞાનસભર દૈનિક પ્રવચન રોજ સવારે ૭:૩૦ થી ૮:૩૦ સુધી. આત્મિક વિકાસર્થે નિતનવા રવિવારીય આનંદદાયક અનુષ્ઠાનો, જૈન ધર્મથી પ્રભાવિત બુદ્ઘિજનોમાટે જૈનિઝમનો કોર્ષ, વિવિધ જીનાલયોમાં વિશિષ્ઠ મંત્રોની સાધનાપીઠ, બાળકો માટે સંસ્કાર વર્ઘક આરાધનાઓ, સામુદાયિક અઠ્ઠમ અને આયંબિલનાં મહા તપ જેવા ઉતકૃષ્ઠ અનુષ્ઠાનોથી સુરેન્દ્રનગરની પવિત્ર ધરાને ચાતુર્માસ દરમ્યાન પ.પૂ. સત્વબોઘિ વિજયજી મહારાજની શુભનિશ્રા આરાધનાનું ઉપવન બનાવશે.

(11:47 am IST)