Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભાવનગર : સગીરા ઉપરના દુષ્કર્મ એટ્રોસીટી પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીને આજીવન કેદ

મહુવાની સ્પે.કોર્ટના ન્યાયાધીશે આપેલ ચુકાદો : દંડ પણ ફટકાર્યો

ભાવનગર,તા. ૧૫ : સગીરા ઉપરના એટ્રોસીટી, દુષ્કર્મ -પોકસોના ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

દાઠા પો.સ્ટે.ના પીથલપુર ગામ ના આરોપી મનજીભાઇ ઉર્ફે ગોપાલભાઇ પુનાભાઇ કુચા ઉ.વ. ૪૫ (રહે. પીથલપુર ગામ, ગોપનાથ રોડ, તા. તળાજા, જી. ભાવનગર)એ તેના સંબંધી ની સગીરવયની દીકરી ભોગબનાર ઉ.વ.૧૩ ના ને વાડીએ લઇ જઇ ધમકીઓ આપી અવાર નવાર દુષ્કર્મ ગુજરી ગર્ભ રાખી દીધેલ અને ભોગ બનનાર નાની વયે માતા બનેલ આ અંગેની ગત તા. ૧૬/૫/૨૦૨૦ ના રોજ પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ઇપીકો કલમ ૩૭૬(૨), ૩૭૬(૩), એટ્રોસીટી કલમ ૩(૧)(૨)(૫) પોકસો એકટ ૪- ૫-૮ સહિતનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ મહવા ના સ્પે. પોકસો જજ એમ.એસ.સંધીની કોર્ટમાં ચાલી જતા, સરકારી વકીલ અરવિંદભાઇ સોલંકી ની દલીલો, મૌખીક પુરાવાઓ-૧૩, દસ્તાવેજી પુરાવાઓ-૫૦, વિગેરને ધ્યાને લઇને આરોપી ને જીવે ત્યાં સુધી ની આજીવન કેદની સજા અદાલતે ફટકારી હતી. જેમા કલમ ૩(૨)(૫) અન્વયે શિક્ષાને પાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સન તથા રા. ર૫,૦૦૦/- નો દંડ અદાલતે ફટકારેલ છે. તથા કલમ ૫૦૬(૨) અન્વયેના શિક્ષાનેપાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી ૭ (સાત) વર્ષની કેદની સજા અને રોકડા રૂમ. ૫,૦૦૦/- દંડ અદાલતે ફટકારેલ છે. તથા ૩(૧) (ડબલ્યુ) (આઇ) અન્વયેના સિક્ષાનેપાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી પ વર્ષની સખત કેદની સજા તથા રોકડા રૂમ. ૫,૦૦૦ નો દંડ અદાલતે ફટકારેલ છે આરોપી દંડ ને ભરે તો વધુ ૩ માસની સખ્ત કેદની સજા અદાલતે ફટકારેલ છે.

આ કામે ભોગબનનારને તથા તેના બાળકને પુનઃવસન તેમજ ભરણ પોષણ તેમજ ભવિષ્યની જવાબદારી સબબ ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટની કલમ ૩૩(૮) મુજબ તથા સી.આર.પી.સી. કલમ ૩૫૭(એ) તથા ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોમ સેકયુઅલ ઓફેન્સ રૂલ્સ-૯ મુજબ ગુજરાત વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ - ર૦૧૯ અન્વયે રૂ. ૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા છ લાખ પુરા) નું વળતર આપવાનો હુકમ કરવામાં આવે છે.

(11:45 am IST)