Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કોડીનાર બ્રહ્મ સમાજ, બ્રહ્મસેના દ્વારા આવેદન

કોડીનાર : આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ધર્મની હાસી ઉડાવી હતી. તેવો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ કથાકારો, સાધુ-સંતો વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જેની સામે બ્રહ્મસમાજના અગ્રણીઓએ એકઠા થઇ આ બાબતે ફોજદારી રાહે ફરીયાદ દાખલ કરવા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહી તો આગામી દિવસોમાં સનાતન હિન્દુ સમાજ અને બ્રહ્મસમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આવેદનમાં અપાઇ છે. આવેદન પત્ર આપવામાં બ્રહ્મસમાજના અગ્રણીઓ દિનેશભાઇ જોશી, કુલદીપભાઇ પાઠક, કૌશિકભાઇ ઉપાધ્યાય, સંજયભાઇ જોશી, તુષારભાઇ પંડયા સહિતના કાર્યકરો જોડાયા હતાં. આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર.

(11:38 am IST)