Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

'મુસ્કુરાહટ સે પઢાઇ' : કચ્છના ગાંધીધામની યુવતીએ કોરોના કાળમાં અભ્યાસથી વંચિત રહેનાર ૧૦૦ જેટલા બાળકોને ભણાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: કોરોના રોગચાળાની મહામારી  સામે  સંઘર્ષ કરી રહેલા સમાજને કોરોના થી મુક્ત કરવા માટે સમાજનો દરેક વર્ગ જુદા જુદા પ્રયાસો કરી રહ્યો છે, ત્યારે ગાંધીધામના અંજલિ સિંઘ દ્વારા સંચાલિત  મુસ્કુરાહટ પ્રોજેક્ટ દ્વારા કોરોના કાળમાં કોરોના સામે લડવા મફત માસ્ક વિતરણ થકી લોકજાગૃતિ જગાવવાનું કાર્ય કરાયું હતું. હજી પણ લોકોની વિના મુલ્યે  સેવા કરવામાં આવી રહી છે  ત્યારે  અંજલિ સિંઘ સંચાલિત "મુસ્કુરાહટ " સંસ્થાના સેવા કાર્યને એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થતા આગામી સમયમાં ત્રીજી લહેરમાં બાળકો પર કોરોનાનો  ચેપ લાગવાનો સૌથી મોટો ભય સતાવી રહ્યો છે ત્યારે બાળકોના વાલીઓમાં અને બાળકોમાં કોરોના સામે લાડવા શું કાળજી લેવી અને હવે અભ્યાસ કેવી રીતે કરવો તેની સમજ આપે છે. છેલ્લા ઘણાં સમયથી મધ્યમવર્ગના બાળકો જે પૂરતું શિક્ષણ મેળવવાથી વંચિત રહી ગયા છે તેવા ગાંધીધામના ઓસ્લોમાં હનુમાન મંદિર (રામરોટી) માં ૧૦૦ જેટલા બાળકોને એકત્રિત કરીને વડાપ્રધાનના  ઉદ્દેશ "પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા"  અને તેમનું સ્વપ્ન "સ્વસ્થ ભારત”   ની અનુભૂતિ થતાં બાળકોને કોરોનાથી કેવી રીતે બચવું  અને અભ્યાસ કરવાનું શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ  ઇશિતા તિલવાણી તેમજ સમાજ સેવક મોહનભાઈ ધારશી, હિના ઇસરાણી, મુસ્કાન ઇસરાણી, દીપ ભરતીયા, નીતા મહેતા,તથા સ્મિતા સીંગ વગેરેની ઉપસ્થિતિમાં ૧૦૦ બાળકોને નોટબુક અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે  "મુસકુરાહટ "દ્વારા કોરોના સે લડાઈ મુસ્કુરાહટ સે પઢાઈનું સ્લોગન આપવામાં આવ્યું હતું. આ અગાઉ ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતા અને મુસ્કુરાહટ પ્રોજેક્ટ થકી લોકોની મફત સેવા કરતા અંજલી સિંઘે ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા, પક્ષી ઘર, ફૂલ ઝાડ વાવવા માટેના કુંડા તેમજ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને રોજગારી તેમજ બનાસકાંઠા, વડોદરામાં સહીત ગાંધીધામમાં  પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણની સરાહનીય કામગીરી કરી હતી. આ કામગીરીની નોંધ લઇ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા,  ગાંધીધામ નગરપાલિકા, જિલ્લા પોલીસ, કસ્ટમ કમિશનર તેમજ અન્ય લોકો દ્વારા મુસ્કુરાહટ સંસ્થાના અંજલિ સિંઘનું સન્માન કરવામાં આવ્યું હતું.

(9:37 am IST)