Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડા પવનનાં સુસવાટાઃ 'મસી'નું આક્રમણ

અચાનક નાની જીવાત ઉડતા વાહનચાલકોને મુશ્કેલીઃ ઠંડીમાં ઘટાડો યથાવત

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાતાવરણમાં પલ્ટા સાથે આજે વહેલી સવારથી ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે. જેના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારના સમયે ઠંડો પવન ફુંકાતા લોકોને ટાઢોડાનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનની સાથો સાથ આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ જીણી જીવાત 'મસી'નું આક્રમણ થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો અનુભવાય રહ્યો છે.

જૂનાગઢ સહિત સોરઠમાં સવારે ભારે પવન

જૂનાગઢઃ જૂનાગઢ સહિત સોરઠમાં આજે પવનને માજા મુકી છે. છેલ્લા બે દિવસથી ઠંડી સતત ઘટી રહી છે. સવારે લઘુતમ તાપમાન વધીને ૧૯.૯ ડિગ્રી નોંધાતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી.

પરંતુ ઠંડીની જગ્યાએ પવન વધતા જનજીવનને અસર થઈ હતી. સવારે ૬.૩ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ધૂળની ડમરી પણ ચડી હતી.

સવારે વાતાવરણમાં ભેજ ઘટીને ૩૩ ટકા રહેતા ગરમી વધી હતી.

જામનગર

જામનગરઃ શહેરનુ મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી, લઘુતમ ૧૪.૫ ડિગ્રી, ભેજ ૫૭ ટકા અને પવનની ઝડપ ૬.૯ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(11:36 am IST)
  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST