Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

હળવદ મહર્ષિગુરૂકુલમાં અદકેરૂ અભિવાદન

 હળવદઃ મહર્ષિ ગુરૂકુલ હળવદ ખાતે વિદ્યાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ ''અદ્દકેરૂ અભિવાદન'' યોજાય ગયો જેમાં કુલ ૭ર૭ વિદ્યાર્થીઓનું  સન્માન થયું અભ્યાસમાં અને સદઅભ્યાસિક પ્રવૃીતઓમાં એવલ નંબર આવનાર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છવાઇ ગયો હતો અંગ્રેજી મિડીયમ તેમજ ગુજરાત મિડીયમના પ્રાથમીક વિભાગના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વાલીઓ અને મહેમાનોને સીબ્દ કરી દિધેલ હતા એક સાથે ગુરૂકુલ કેમ્પસના ૧૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગુરૂકુલ માતાને વંદના કરી સુર્ય જેવા તેજસ્વી બનવા માટે આશિર્વાદ લીધેલ હતા. સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર રજનીભાઇ સંઘાણીએ માર્ગદર્શન આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

(11:30 am IST)
  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST