Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભાવનગર પાસેના હાથબ ગામે કોળી યુવાનની હત્યા

ભાવનગર તા. ૧૪: ભાવનગર જીલ્લાનાં હાથબ ગામે કોળી યુવાનની હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ ભાવનગર નજીક હાથબ ગામે રહેતાં નાનુભાઇ બચુભાઇ ગોહિલ ઉ.વ. ૩પ ને તેની વાડીની બાજુમાં આવેલ વાડીવાળા સાથે શેઢા બાબતે તકરાર થતાં ત્રણ શખ્સોએ તેના ઉપર જીવલેણ હુમલો કરતાં તેને સારવાર માટે ભાવનગરની સરકારી સરટી. હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરીણ્યો છે.

આ બનાવ અંગે વરતેજ પોલીસ વધુ તનપાસ ચલાવી રહી છે.

(11:24 am IST)
  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST