-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 14th October 2021
દ્વારકા જગત મંદિરમાં વિઠલાણી કુટુંબના કુળદેવી માતાજીના સાનિધ્યમાં કાલે હવન-મહાપ્રસાદ
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૪: આગામી તા.૧પને શુક્રવારના રોજ દશેરાના શુભ દિને દ્વારકા મુકામે શ્રી દ્વારકાધીશના જગતમંદિરના પ્રસાદ ભંડાર પાસે આવેલ વિઠલાણી કુટુંબના કુળદેવી શ્રી સિકોતેર માતાજીના મંદિર પરીસરમાં હોમ-હવન તથા સમુહ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.
હવનવિધિ સવારે ૯.૩૦ કલાકે શરૂ થશે અને બીડુ હોમવાનો સમય બપોરે ૪.૩૦ કલાકે તથા સમુહ મહાપ્રસાદી રાત્રે ૮ કલાકે ગોકુલ ભુવન, સિધ્ધનાથ રોડ, દ્વારકા ખાતે રાખવામાં આવેલ છે. આ શુભ અવસરે સમસ્ત વિઠલાણી કુટુંબ સહપરીવાર ઉપસ્થિત રહે અને કુળદેવીમાંના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તે માટે અચુક હાજરી આપે તેમ સમસ્ત વિઠલાણી કુટુંબ કુળદેવી મંડળની યાદીમાં જણાવવામાં આવેલ છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(4:08 pm IST)