Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મોરબીના સિરામિક સિટીમાં તસ્કરોનો આતંક : ચાર ફલેટમાંથી લાખોની મત્તા ચોરાઇ

સીસીટીવી કેમેરામાં પાંચ ઇસમો કેદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : મોરબીના સામાકાંઠે આવેલ સિરામિક સીટી સોસાયટીમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો અને સોસાયટીના ચાર ફલેટમાં ચોરીને અંજામ આપી લાખોની રોકડ તથા સોનાના દાગીના ચોરી કરી ગયાની માહિતી પ્રાપ્ત થઇ છે તો પાંચ ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

ચોરીના બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સિરામિક સીટીમાં તસ્કરોની ગેંગ ત્રાટકી હતી અને ચાર ફલેટને નિશાન બનાવ્યા હતા. જેમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તસ્કરો ૪ થી ૫ લાખની રોકડ અને અઢી તોલા જેટલા દાગીનાની ચોરી કરી ફરાર થયા છે ચોરી થઇ તે સ્થળે સીસીટીવી કેમેરા લાગેલા હોય અને પાંચ ઈસમો કેમેરામાં કેદ થયા છે જોકે ચોરીના બનાવની સત્ત્।ાવાર ફરિયાદ નોંધાઈ નથી તો પોલીસની નાઈટ પેટ્રોલિંગ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

(1:06 pm IST)