Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દેવભૂમિ જીલ્લામાં પાંચ હજારથી વધુ સુપર સ્પ્રેડર્સના ટેસ્ટીંગઃ ર૭ પોઝીટીવ નિકળ્યા!

ગઇકાલ સુધીમાં ર૪૪૦ર ટેસ્ટ થયાઃ કુલ ટેસ્ટના બે ટકા પણ પોઝીટીવ નહીં: ડીસ્ચાર્જ ત્રણ ગણા વધ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જિલ્લામાંની જેમ રેંકડી લારીવાળા, શાકભાજી વાળા, અનાજ કરીયાણાના વેપારી તથા નાના દુકાનદારો સુપર સ્પ્રેડર્સ થાય તેવી આશંકાની દેવભૂમિ જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની સુચનાથી પ્રાંત અધિકારી ડી. આર. ગુપ્તા તથા નિહાર ભેટારીયા તથા આરોગ્ય અધિકરીશ્રી ડો. રાજેશ પટેલ દ્વારા સમગ્ર દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં આવા નાના દુકાનદારો, ધંધાર્થીઓ બકાલાવાળા, રેંકડીવાળા તથા ફેરીયાઓનું સામુહિક ચેકીંગ સાત દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું.

શરૂઆતમાં થોડા કેસ નીકળ્યા પછી કેસ  ઓછા થવા છતાં પણ ચેકીંગ સતત ચાલુ રાખીને પર૦૦ ઉપરાંત આવા સુપર સ્પ્રેડર્સનું ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં માત્ર ર૭ કેસ જ પોઝીટીવ નીકળ્યા હતા જો કે આપણમાં હજુ પણ ધનવંતરી રથ દ્વારા સતત ચેકીંગની કાર્યવાહી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં થઇ રહી  છે.

જિલ્લામાં રહેલા ર૦૧૬૦ ના ટેસ્ટીંગ થતાં હતા જે પછી કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના  તથા સાંસદ પુનમબેન માડમના પ્રયાસોથી ર૩ ધનવંતરી રથના આગમન તથા રેપીડ ટેસ્ટની કીટ વધુ મળતા હાલ છેલ્લા એકાદ સપ્તાહથી રોજના  ૮૦૦ થી ૮પ૦ ટેસ્ટ થઇ  રહ્યા છે જેમાં ગઇકાલ સુધીમાં ર૪૪૦ર ટેસ્ટ કોરોનાના સરકારી હોસ્પીટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ધનવંતરી રથો દ્વારા કરવામાં આવ્યા પણ તેની સામે કોરોના પોઝીટીવનો આંક હજુ પ૦૦ ની આજુ બાજુનો જ છે...!!

આ ઉપરાંત પ૦૦ આસપાસના કોરોના પોઝીટીવમાં પણ આજે એકટીવ કેસની સંખ્યા માત્ર ૬૦ છે તથા ડીસ્ચાર્જની સંખ્યા પણ વધુ થતાં કોરોનાં મહામારીમાં દ્વારકા જિલ્લાની સ્થિતિ સારી થતી જાય છે. ર૪૪૦ર ના બે ટકા પણ કોરોના પોઝીટીવ નથી નીકળ્યા...!!

શનિ-રવિવાર દરમ્યાન કોરોના મહામારીના કેસમાં વિરામ જેવી સ્થિતિ હોય તેવી શનિવારે સાંજ સુધીમાં ૧૧ તથા રવિવાર ત્રણ મળીને બે દિવસમાં ચૌદ કેસ જ નોંધાયા હતા જયારે સામે શનિવારે ૧૧ તથા રવિવારે ૩૮ ડીસ્ચાર્જ થતાં ૪૯ જેટલા ડીસ્ચાર્જ થયા હોય કેસ પોઝીટીવ કઢતા ત્રણ  - ત્રણથી વધુ ડીસ્ચાર્જ થવા લાગ્યા છે.

બે દિવસમાં દાખલ થયેલાઓમાં હસીમા ગફાર બીરલા પ્લોટ દ્વારકા, લતાબેન અતુલભાઇ ગાયત્રીનગર ખંભાળીયા, વિશાલ રતિલાલ નકુમ શ્રીજી સાંનિધ્ય સોસા. ખંભાળીયા તથા રાજેશ નિમાવત ખંભાળીયા, ગફાર ભોકળ સલાયા, દીપક સચદેવ બંગલાવાડી, નાથા દેવણાંદ સોલંકી ચગનુતપરા ભાણવડ, હેમત મેરામણ ગોયેલ કલ્યાણપુર, શેખ મુબારક અજીમ ભાણવડ, જીજ્ઞેશ હરજી નકુમ નવીવાડી ખંભાળીયા, કુસુમબેન બથીયા, ભાણવડ, તથા માધવજી દાવડા ખંભાળીયાનો સમાવેશ થાય છે.

નવા પાંચ કટેંટમેન્ટ  ઝોન જાહેર થયા

સલાયામાં ગફાર કાસમ ભોકળ સહિત બે ઘર, મીનાબેન સચદેવનું ઘર બંગલાવાડી ખંભાળીયા, જીજ્ઞેશ હરજી નકુમનું ઘર નવીવાડી ખંભાળીયા, રતિલાલ મોહન નકુમ સહિત ત્રણ ઘર શ્રીજી સાંનિધ્ય સોસાયટી, માધવજી કરસન પરમારનું ઘર રેતવા પાડાને કન્ટેટમેન્ટ ઝોન ર૧ દિવસ માટે જાહેર કરાયા છે.

અનેક કન્ટેટમેન્ટ મુકત થયા

કોરોના કેસ ડીસ્ચાર્જ  અનેક સ્થળોએ ર૧-ર૧ દિવસના જે કન્ટેન્ટમેન્ટમાં ઝોન મુકત થતા હતા તેને તથા બકર્સ  ઝોનને મુકત જાહેર કરવામાં આવ્યા છે. ખંભાળિયામાં વિનાયક સોસાયટી શે.નં.૧ શ્રીજી સાંતિલ્પ સોસાયટી બેઠક પાસે, શકિતનગરના નારાયણનગરનો વિસ્તાર, સીકોતેર પાન સામે  ગાયત્રીનગર ખંભાળિયા, નિલકંઠ ચોક હોટલ તથા મહાદેવવાડી પાસે એસ.એન. ડી.વી. સ્કુલ પાસેના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ તથા બકર્સ ઝોનમાંથી મુકત કરાયા છે.

કન્ટેન્ટમેન્ટ સમિતિ બનતા  ઝોનમાં વિલંબ થયા છે

કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સમિતિઓ બનાવાય પછી અનિયમિતતા વધી છે. કોરોના પોઝીટીવ કેસ આવ્યો હોય તો તેની સામે કન્ટેન્ટમેન્ટ ઝોન ર૧ હોય તો કયારેક પાંચ કોરોના કેસ સામે ૧૭ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થાય છે.

ખાનગી હોસ્પિટલો તરફ પણ લોકો વધ્યા છે

સરકારી હોસ્પિટલની સાથે સૌરાષ્ટ્ર હોસ્પિટલ સ્ટેશન રોડ, વ્રજ હોસ્પિટલ તથા સાંકેત હોસ્પિટલમાં પણ સુવિધા હોય સરકારી ઉપરાં ખાનગીમાં પણ લોકો સારવાર લેવા જવા લાગ્યા છે.

નવા ડી.વાય.એસ.પી. આવ્યા

અગાઉ ખંભાળિયામાં એલસીબી પીઆઇ તરીકે ખુબ જ પ્રશંસનિય કામગીરી કરનારા તથા સામાજિક કાર્યો તથા ગુના ડીટેકટ કરવામાં ખુબ જ નોંધપાત્ર કામગીરી કરનાર સમીર સાટડા કે જેવો અમદાવાદમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા હતા તેઓને દ્વારા જિ.માં એલ.સી.એલ.ટી. સેલના ડી.વાય.એસ.પી. તરીકે નિયુકિત કરાયા છે. તો એમ.બી. સોલંકીને જામનગર હેડકવાર્ટર ડી.વાય.એસ.પી. તરીકે નિયુકિત કરાયા છે.

(12:52 pm IST)