Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

હળવદની મહર્ષિ ગુરૂકુલના બે છાત્રો JEE મેઈનમાં ઝળકયા

બન્નેએ ઓનલાઈન અભ્યાસ કરી ગુજકેટની પરીક્ષામાં પણ સફળતા મેળવી હતી

(દીપક જાની દ્વારા ) હળવદ,તા.૧૪ : હાલ કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ-કોલેજો બંધ છે જેથી વિદ્યાર્થીઓ ઘરબેઠા ઓનલાઇન અભ્યાસ મેળવી રહ્યા છે ત્યારે ગુજકેટની પરીક્ષામાં અવ્વલ રહ્યા બાદ મહર્ષિ ગુરૂકુલના બે વિદ્યાર્થીઓ JEE મેઈનમાં પણ ઝળકયા છે. અને ગુરુકુળ કેમ્પસના ગૌરવ ની સાથે સાથે પરિવાર અને સમાજનું પણ ગૌરવ વધાર્યું છેJEE મેઈનની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં મહર્ષિ ગુરૂકુલના પટેલ તીર્થ વિનુભાઈએ ૯૭.૪૨ પીઆર સાથે હળવદ- ધ્રાંગધ્રા તાલુકામાં પ્રથમ અને પટેલ ખુશ ગીરીશભાઈએ ૯૫.૭૬ પીઆર સાથે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. આ બન્ને છાત્રોએ સ્કૂલનું નામ રોશન કરીને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે.

મહર્ષિ ગુરુકુલએ ધોરણ ૧૨ સાયન્સની JEE-JAN ૨૦૨૦ મા પ્રથમ અને બોર્ડની માર્ચ ૨૦૨૦માં પરીક્ષામાં હળવદ તાલુકામાં A-ગ્રુપ તથા B-ગ્રુપમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય રહ્યું હતું. પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર પર આવેલા બંને વિદ્યાર્થીઓને મહર્ષિ ગુરૂકુલના મેનેજીંગ ડાયરેકટર રજનીભાઈ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હાલમાં પણ કોરોનાની મહામારી વચ્ચે મહર્ષિ ગુરૂકુલના તમામ વિદ્યાર્થીઓને દ્યેર બેઠા ઓનલાઇન શિક્ષણ આપી રહી છે જેની સામે અસરકારક પરિણામ પણ મેળવી રહી છે

(11:52 am IST)