Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મોરબી એસટી ડેપોના ૧૨૫ કર્મચારીના કોરોના ટેસ્ટ : ૮ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : કોરોના કહેર સર્વત્ર જોવા મળી રહ્યો છે સરકારી કચેરી, સામાન્ય નાગરિકો સહિતના કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે એસટી ડેપોમાં પણ કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે એસટી ડેપોમાં બે દિવસમાં ૧૨૫ કર્મચારીના સેમ્પલ લેવાયા હોય જેમાં ૦૮ કર્મચારીઓ કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે.

મોરબી એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર, કંડકટર અને મિકેનિક સ્ટાફના મોરબી હેલ્થ વર્કર દ્વારા કોરોના રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં શનિવારે ૭૫ સેમ્પલ લેવાયા હતા જેમાંથી ૦૪ કર્મચારી કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું. જયારે રવિવારે પણ કોરોના ટેસ્ટની કામગીરી ચાલુ રહી હતી. જેમાં કર્મચારી મંડળના પ્રમુખ ડી એન ઝાલા સહિતનાએ ચેકઅપ કરાવ્યું હતું અને રવિવારે લેવાયેલા ૫૦ સેમ્પલમાંથી ૦૪ ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે આમ બે દિવસમાં લેવાયેલા ૧૨૫ સેમ્પલમાંથી ૦૮ કર્મચારી કોરોના સંક્રમિત હોવાનું ધ્યાને આવ્યું છે તેમજ હજુ બાકી રહેલ કર્મચારીના સોમવારે સેમ્પલ લેવાશે.

(9:50 am IST)