Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આજે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ : કચ્છ સરહદે ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોને શુભેચ્છા સાથે આપી મીઠાઈ

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) કચ્છ સરહદે તૈનાત બીએસએફના જવાનોએ આજે પાકિસ્તાની સૈનિકોને શુભેચ્છાઓ સાથે મીઠાઈ વહેંચી તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

     આજે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હોઈ આ નિમિત્તે  ભારતીય જવાનોએ સદભાવનાના સંકેત તરીકે  પાકિસ્તાન રેન્જર્સ સાથે શુભેચ્છાઓ અને મીઠાઈઓની આપ -લે કરી હતી. બીએસએફ ગુજરાતની સેન્ટીનેલ્સ ઓફ બોર્ડર શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવે છે.

(4:11 pm IST)