Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સાયલા પાસે ઉદમરાજ હોટલે ઉભા રહેતા ટેન્કરોના સીલ તોડી મેટ્રોકેમીકલ્સ ચોરીને સસ્તામાં વેચવાનું કૌભાંડઃ પપ લાખનું ઇંધણ કબ્જે

હોટલ માલિક વનરાજ ખાચર અને બિહારી શખ્સને ઝડપી લેવામાં ત્રણ ટેન્કરો સહિત ૧ કરોડનો મુદામાલ કબ્જે કરાતા ભારે ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૪: સાયલા પો.સ્ટે. વિસ્તારમાં નેશનલ હાઇવે પર આવેલ ઉદયરાજ હોટલમાંથી દ્યણા સમયથી ગેરકાયદેસર રીતે ટેન્કરોમાંથી શીલ તોડીને પેટ્રો કેમીકલ વેચાણના કૌભાંડનો મસમોટો જથ્થો પકડી પાડતા DySP લીંબડીનાઓ તથા ઝ્રક્કલ્ભ્ સ્કવોડ લીંબડી તથા સાયલા પોલીસ એ દરોડા પાડી અલગ અલગ પેટ્રોકેમીકલ્સ ૬૯,૯૮૦/- કિ.ગ્રા, કિ.રૂ ૫૫,૪૪,૨૮૪ તથા રોકડ રકમ રૂ. ૨૪,૯૦૦, ટેન્કરો નંગ-૩ કિ.રૂ. ૪૫,૦૦,૦૦૦/- તથા મો.સા.-૧ કિ.રુ. ૨૫,૦૦૦/- તથા કેમીકલ્સ કાઢવાના સાધનો જેમા પાના નોઝલ કેરબા,ગરણીઓ એમ મળી કુલ રૂ.૧,૦૧,૦૩,૨૩૪ નો મુદ્દામાલ ઝડપી લઇ આરોપીઓ સામે ધોરણસર કાર્યવાહી કરી છે.

 ગોસળ ગામમાં રહેતા વનરાજભાઇ કાથડભાઇ ખાચર જાતે કાઠી દરબાર તથા શીવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ કાથડભાઇ ખાચર કાઠી દરબાર રહે.બન્ને ગોસળવાળાઓ તથા વલકુભાઇ ધાધલ રહે, થાનગઢવાળા તથા તેમના મળતીયાઓ સાથે મળી ઉદયરાજ યુપી બીહાર દરભંગા નામની હોટલ નેશનલ હાઇવે નં-૮ પર ગોસળ ગામના બોર્ડ સામે હોટલમાં કામ કરતા રમેશ હલવાઇ સાથે મળી પેટ્રોલીયમ પ્રોડકટની કંપનીના પરિવહન કરતા વાહનોના ડ્રાઇવર સાથે સાંઠગાઠ કરી ગુન્હાહીત કાવતરૂ રચી પોતાની હોટલે ટેન્કરો હોલ્ટ કરાવી પેટ્રોલીયમ પ્રોડકટ ભરેલ વાહનોના ગેરકાયદેસર રીતે શીલ તોડી તેમાંથી પેટ્રોલીયમ પ્રોડકટનો થોડો જથ્થો કાઢી લઇ હોટલ પાછળ આવેલ વલકુભાઇ ધાંધલ રહે. થાનગઢવાળાના તલવાળા ખેતરમાં આ જથ્થો છુપાવી દઇ, આ પેટ્રોલીયમ પ્રોડકટનો સંગ્રહ કરી, કાળા બજારી કરી તેને બજાર કિંમત કરતા ઓછી કિંમતે પેટ્રો ઇંધણ કયુઅલ સાથે ભેળવીને લોકલ ગ્રાહકો સાથે તથા ય્ખ્ષ્ પેટ્રો પ્રોડકટનું ગેરકાયદેસર રીતે માર્કેટમાં દ્યણા સમયથી વેચાણ કરી આર્થીક ઉપાર્જન કરતા હોવાની હકીકત મળતા સ્કોવોડના માણસો તેમજ સાયલા પો.સ્ટના કર્મચારીઓને સાથે રાખી કરેલ હતી.

જયાં ત્રણ ટેન્કરો પડેલ હોય જેમાંથી અમુક ઇસમો ટેન્કરમાંથી શીલ તોડી ટેન્કરમાં ભરેલ કેમીકલ નળીઓ, ગરણી, કેરબા મારફતે કાઢી રહેલ હોય જેથી અચાનક પોલીસ રેઇડ થતા ઇસમોમાં નાશભાગ મચી જવા પામેલ અને મજકુર ઇસમો પાછળ દોડી બે ઇસમોને પકડી લીધેલ જેમા હોટલ માલીક વનરાજભાઇ કાથડભાઇ ખાચર રહે ગોસળવાળા તથા તેની હોટલમાં કામ કરતો બીહારી રમેશસા શ્રીહજારીસા હલવાઇ પકડાઇ જવા પામેલ અને મજકુર આરોપીઓને સાથે રાખી હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા ત્રણ કેમીકલ ભરેલ ટેન્કરો મળી આવેલ જે તમામ ટેન્કરોના શીલ તુટેલ હાલતમાં મળી આવેલ અને રેઇડ દરમ્યાન મળી આવેલ હોટલ માલીક વનરાજભાઇ ખાચરે જણાવેલ કે આ તમામ ટેન્કરોના ડ્રાઇવર સાથે મળી અમોએ આ ટેન્કરોના શીલ તોડી પાના વડે ટેન્કરના વાલ્વ ખોલી નોઝલ મારફતે ગરણી વડે કેમીકલ કેરબામાં ભરી મોટરસાઇકલ મારફતે આ કેમીકલ મારી હોટલની પાછળ આવેલ ૪૦૦ મીટર જેટલે દુર આવેલ વલકુભાઇ ધાધલ રહે થાનગઢવાળાના તલવાળા ખેતરમાં છુપાવી રાખેલ છે.

તેઓએ સંગ્રહ કરેલ જગ્યાએ રેઇડ કરતા ખેતરમાં કરેલ તલના વાવેતર પાસે તપાસ કરતા ૨૦૦ લીટરના ૧૬ નંગ પીપ મળી આવેલ તેમજ એક સફેદ રંગનો ૫૦૦ લીટરની કેપેસીટી વાળી ટાંકી મળી આવેલ જે તમામ બેરલોમાંથી ૧૨૦૦/- લીટર કેમીકલનો જથ્થો મળી આવેલ જેથી મજકુર આરોપીઓએ સહઆરોપીઓ સાથે મળી પેટ્રો કેમીકલ્સનું વહન કરતા ટેન્કોનો હોલ્ટ કરાવી આવા ટેન્કરોના શીલ તોડી ગેરકાયદેસર રીતે કેમીકલનો જથ્થો સંગ્રહ કરેલ હોય જેથી રેઇડ દરમ્યાન ટેકરો નગ- ૩ કિ.રૂ ૪૫,૦૦,૦૦૦/ તથા અલગ અલગ પેટ્રોકેમીકલ્સ ૬૯,૯૮૦/- કિગ્રા કિ.રૂ ૫૫,૪૪,૨૮૪ તથા રોકડ રકમ રૂ. ૨૪,૯૦૦, મો.સા.-૧ કિ.રુ. ૨૫,૦૦૦/- તથા કેમીકલ્સ કાઢવાના સાધનો જેમા પાના નોઝલ કેરબા,ગરણીઓ એમ મળી પેટ્રો કેમીકલ્સ વહન કરતા વાહનો સંગ્રહ માટે વપરાયેલ સાધનો એમ મળી કુલ રૂ.૧,૦૧,૦૩૨૩૪ નો મુદ્દામાલ ઝડપી લઇ આરોપીઓ સામે ધોરણસર કાર્યવાહી કરવા સારૂ સાયલા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૫૨૧૧૦૪૫૧૦૨૩૧/૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૪૦૭,૪૧૩,૧૨૦બી, ૨૮૫,૨૮૬ મુજબ રજી, કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી સી.પી.મુંધવા નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી (૧) એ.એસ.આઇ. સહદેવસિંહ દ્યનશ્યામસિંહ ઝાલા (૨) પો.હેડ કોન્સ રૂપાભાઇ નારણભાઇ જોગરાણા (૩)પો.કોન્સ. નવદ્યણભાઇ ભોજાભાઇ ટોટા (૪) પો.કોન્સ. મનિષભાઇ ગણપતભાઇ પટેલ (૫) પો.કોન્સ હસમુખભાઇ મથુરભાઇ ડાભી ઝેડ.એલ.ઓડેદરા, ઇન્ચા. પો.સબ.ઇન્સ સાયલા પો.સ્ટે. પો.હેડ કોન્સ અશોકસિંહ ગુલાબસિંહ પરમા સાયલા પો.સ્ટે.. એ કરી હતી.

(12:58 pm IST)