Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જસદણની ગોવર્ધનનાથજીની હવેલીમાં ભવ્યતાથી ઉજવાતો હિંડોળા મહોત્સવ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૪: સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ઘ જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજીની તથા શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં ભવ્યતાથી હિંડોળા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ફૂલના હિંડોળા, શાકભાજીના હિંડોળા, ફળના હિંડોળા વગેરે અવનવી રીતે હિંડોળાની સુંદર સજાવટ કરીને ઠાકોરજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે.

કીર્તનિયાઓ દ્વારા કીર્તન રમઝટ બોલાવવામાં આવે છે. મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી ઠાકોરજીને હિંડોળે ઝુલાવે છે. વૈષ્ણવ હવેલીના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલ, ટ્રસ્ટી ભરતભાઈ જનાણી,ભરતભાઇ ધારૈયા, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ અને સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા સહિતનાં લોકોએ હિંડોળા મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭ થી ૮ દરમિયાન દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

(11:48 am IST)