Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

માળીયાહાટીના : મોરી હાઇસ્કુલમાં વૃક્ષારોપણ

માળિયાહાટીના : અમરાપુર કે.કે.મોરી હાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણ રાખેલ. તેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ યાદવ સંસ્થાના ચેરમેન અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ રામસિંહ ભાઈ ડોડીયા અમરાપુર ગામ ના સરપંચ જેસીંગભાઇ દેવ ગામના સરપંચ પ્રફુલભાઈ અમરાપુર ના માજી સરપંચશ્રીઓ મના ભગત છગનભાઈ તથા કાલીંભડા ના સરપંચ શ્રી તેમજ કે.કે.મોરી હાઇસ્કૂલ ના આચાર્યશ્રી તેમજ સ્ટાફ ચાપરડા થી પધારેલા જય અંબે મલ્ટિનેશનલ હોસ્પિટલ ચાપરડા ના તમામ સ્ટાફ મિત્રો એ હાજરી આપેલી. આ પ્રસંગે સંસ્થા ના ચેરમેન રામસિંહ ભાઈ ડોડીયા એ વૃક્ષ નું મહત્વ સમજાવી વૃક્ષ વાવવા ઉપર ભાર મૂકયો હતો.રામસિંહ ભાઈ ડોડીયા એ એમ પણ જણાવ્યું હતું કે અમરાપુર ગીર ગામ તમામ લોકો એ પોતાના  આંગણા મા એક વૃક્ષ વાવી ને અમરાપુર ગામ ને લીલીના ઘેર જેવું હરિયાળું બનાવવું જોઈએ એમ જણાવ્યું હતું.વૃક્ષારોપણ કરવામા આવ્યુ઼ તે તસ્વીર.

(11:45 am IST)