Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

498 (એ) મુજબના ગનામાં છેલ્લ ૧ર વર્ષથી નાસતા કરતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. ટીમ

જામનગર : પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જિલ્લા શહેરોના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઈન્સપેકટર એસ એસ નિનામાના માર્ગદર્શન હેઠળ પો.સ ઈ આર વી.વીંછી તથા પો.સ.ઈ. વી કે ગઢવીના નેતૃત્વ  વાળી ટીમના હર્ષદભાઈ ડોરીયા તથા હિતેશભાઈ ચાવડા તથા દિનેશભાઈ સાગઠીયાને ખાનગી બાતમી મળેલ કે, જામનગર કે સીટી “એ" ડીવીઝન પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ ર.ન. ૩૯૪/ર૦૦૯ ઇપી.કો કલમ ૪૯૮(એ), ૧૧૪ મુજબના ગુનાના કામેના છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા આરોપી તુલષીભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (રહે શંકરટેકરી, જામનગર) હાલ પોતાના ઘરે પાસે હાજર છે જે બાતમી મળતા તુરત જ સદર જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત બાતમી વર્ણન વાળો શખ્શ સદર જગ્યાએ ઉભેલ હોય જેથી તુરતજ તેને કોર્ડન કરી પકડી લીધેલ અને આગળની કાર્યવાહી માટે જામનગર સીટી “એ" ડીવી. પો.સ્ટે માં સોપી આપેલ છે

આ કાર્યવાહી એસ ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર એસ એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ તથા પો.સ ઈ આર.વી વીંછી તથા પો.સ ઈ વી.કે ગઢવી સાની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

(11:11 pm IST)