Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

પોરબંદર SOGબે શખ્સને ઝડપી લેતા 10 ઘરફોડ ચોરીના ભેદ ખુલ્યા

ચોરાઉ બાઈક કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરાઈ

પોરબંદર  : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની  પોરબંદર જીલ્લામા મિલ્કત વિરૃધ્ધ ના ગુન્કાઓ અટકાવવા માટે પોલીસ ઇંસ્પેકટર કે.આઇ. જાડેજા તથા પો.સબ.ઇન્સ. એસ.એસ.ગોહીલ સુચના આધારે એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ.કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ. સંજય કરશનભાઇ નાઓને હકીકત મળેલ હોય કે બખરલાથી માલદેવાળી સીમ તરફ જતા રસ્તે ચોરી નુ બાઇક લઇને બે ઇસમો આવતા (૧)વેસુ ભંગડા શીંગાડ ઉ.વ-૨૫ રહે.કુંડલાવાસા ગામ શીંગાડ ફળીયા થાણા ઉદેગઢ તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૨)દીપુ કારૂભાઇ શીંગાડ ઉવ.૨૨ રહે અરણાટિંબા સાબુદીન ખોજા ની વાડીમા તા વાકાનેર જી.મોરબી મુળ રહે કુંડલવાસા કુંડલીયા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)

વાળા KTM ૧૨૫ નુ લઇ ને નીકળતા પોકેટકોપ ની મદદથી જોતા સદરહુ KTM SYS A2U મોટર સાયકલ મોરબી સનાળા ચોકડી થી પંચાસર રોયલટેક્ષ ગાર્ડન પાસેથી ચોરી કરેલ હોવાનુ અને મોરબી જીલ્લામા -૪ રાજકોટ શહેર મા -૨,ઉપલેટા પોસ્ટેમા -૧ ,જામકંડોરણા પોસ્ટે -૧, ભાવનાગર -૨ દાહોદ -૧, એમ કુલ ૧૧ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા મજકુર આરોપીઓ પાસેથી [611/ ડ્યુક ૧૨૫ મોટર સાયકલ કી.રૂ ૧,૨૫,૦૦૦/- નુ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે આગળ ની તપાસ હાથ ધરવામા આવેલ છે. અને કરેલ ઘરફોડ ચોરીઓની જાણ જે-તે જીલ્લા મા કરવા મા આવેલ છે PI ઇ.જાડેજા PSI સી.ગોહીલ તથા ASI મ.ઓડેદરા કે.બી.ગોરાણીયા HC મહેબુબખાંન બેલીમ, સરમણભાઇ સવદાસભાઇ,રવિભાઇ ચાંઉ તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીચા,સમીરભાઇ જુણેજા, મોહીત ગોરાણીયા,સંજયભાઇ ચૌહાણ,પૃથ્વિરાજસિંહ ગોહીલ ડ્રા.માલદેભાઇ મુળુભાઇ તથા ડ્રા. ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.

(9:18 pm IST)