Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

એસ્સાર પોર્ટસની બીજા ત્રિમાસિક ગાળામાં ૧૨.૬ મિલિયન ટન કાર્ગોની આવક, પ્રથમ ત્રિમાસિક ગાળાથી ૧૨.૫ ટકા વધુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : અગ્રણી ખાનગી પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની એસ્સાર પોર્ટ્સને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કરતાં આનંદ થાય છે. કંપનીએ આ ગાળામાં ૧૨.૬ મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે ૩૦ જૂન, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલા અગાઉના ત્રિમાસિક ગાળા કરતાં ૧૨.૫ ટકા વધારે છે. આ રીતે પોર્ટ કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારોમાંથી બહાર આવી ગયું છે તથા સ્ટીલ અને વીજ ક્ષેત્રોએ વૃદ્ઘિને વેગ આપ્યો છે.

એપ્રિલમાં ભારતે રોગચાળાને નિયંત્રણમાં લેવા દુનિયાનું સૌથી મોટું કડક લોકડાઉન લાગુ થવાથી સાધારણ કામગીરી સંપૂર્ણપણે ઠપ થવા છતાં કંપનીએ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં ૨૩.૮ મિલિયન ટન કાર્ગોની આવક કરી હતી.

એસ્સાર પોર્ટ્સ લિમિટેડનાં સીઇઓ અને એમડી શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, 'અમને એસ્સાર પોર્ટ્સને દેશના આત્મનિર્ભર ભારત બનવાના સ્વપ્નને સાકાર કરવામાં સામેલ થવાનો ગર્વ છે. અમારી કાર્ગો સંચાલન કામગીરી દેશ વૃદ્ઘિના માર્ગે પરત ફરવા અને પ્રગતિ કરવા કેટલી હદે આતુર છે એનું ઉદાહરણ છે. અમારા ટર્મિનલોએ છ મહિનામાં ૨૩.૮ મિલિયન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં બીજા ત્રિમાસિક ગાળામાં ૧૨.૫ ટકાનો વધારો થયો હતો.

(12:36 pm IST)