Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

પાલીતાણામાં વૃદ્ધાની હત્યા કરનારા ત્રણ આરોપી ઝડપાયા

ભાવનગર તા. ૧૩: પાલીતાણામાં ત્રણ માસ પહેલા વૃધ્ધાનું ગુંગળાવી મોત નિપજાવ્યાનાં ગુન્હામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

શકિતનગરમાં રહેતાં રામુબેન બળાજી ઠાકોર નામની વૃધ્ધાને ગળે તથા મોઢાનાં ભાગે ચુંદડી તથા કાપડથી બાંધી મોઢામાં ડુચો ભરાવી ગુંગળાવી મોત નિપજાવ્યાનો બનાવ ત્રણ માસ પહેલા નોંધાયો હતો અને અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

દરમ્યાન ભાવનગર એલ.સી.બી. પોલીસે પાલીતાણાનાં આતપર ગામનાં મુકેશ ઉર્ફે મુન્નો મનસુખભાઇ મેર, ઉફે.ર્ વિકી ગોવિંદભાઇ મુળીળયા અને વનરાજ ઉર્ફે વનો ભુપતભાઇ ડાભીને ઝડપી લઇ આગવી રીતે પુછપરછ કરતાં તેને હત્યાની કબુલાત કરતાં પોલીસે તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:31 am IST)